સુરત(Surat): કતારગામ(Katargam)માં હીરાના કારખાનામાં નોકરી કરતા મેનેજરે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કારખાનેદારે ચોરીનો ખોટો આરોપ લગાડતા પોલીસ કર્મચારીઓએ ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં લઈ ગયા અને માર મારી પૈસા પાછા આપવા માટે ધમકાવતા પરબત વાઢેર સહિત અન્ય પોલીસ કર્મીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, વિપુલ મોરડીયા નંદુડોશીની વાડી ખાતે હીરાનું કારખાનુ ચલાવતા છે. મુકેશ ત્યાં મેનેજર તરીકે નોકરી કરી રહ્યા હતો. કારખાનાના માલિક વિપુલ મોરડિયાની ઓફિસમાંથી હીરાની ચોરી થઇ હતી અને ખોટી રીતે હીરા ચોરીનો આરોપ મુકેશ પર લગાવવામાં આવ્યો હોવાની વાત બહાર આવી છે. વિપુલ પૈસાની ઉંઘરાણી કરતા હતો. મુકેશ સોજીત્રાના સબંધીઓ સવારે 11 કલાકે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ ઝડપથી લેવામાં આવી ન હતી અને મોડી સાંજે અંતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જે બાબત અંગે થોડા દિવસ અગાઉ મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે મુકેશના વિરોધમાં અરજી આપવામાં આવી હતી. જે અંગે ગઈ તા 23 મે અથવા 24 મે ના રોજ રાત્રીના અંદાજે દસ વાગ્યાની આજુબાજુ મહીધરપુરા પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાત્રીના અંદાજે એક વાગ્યે પોલીસની વર્દીમાં આવેલા પોલીસના માણસો મુકેશને ઘરે મુકવા માટે આવ્યા હતા. ત્યાર પછી બીજા દિવસે મુકેશને પોલીસ દ્વારા નિવેદન લખાવવા માટે બોલાવવામાં આવેલ હતા અને ત્યાર પછી ફરીથી ગઈ 25 મે ના રોજ મુકેશને મહીધરપુરાના પોલીસ દ્વારા પોલીસ મથકે બોલાવવામાં આવ્યો હતો.
પરિવારજનોએ આક્ષેપ કરતા કહ્યું છે કે, મુકેશને પરબત વાઢેર અને અન્ય ત્રણ પોલીસ વાળા માણસો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો અને આ વિપુલને હીરાના બદલે બીજા દિવસે સાંજ સુધીમાં રૂપિયા 3,50,000 આપી દેવા જણાવવામાં આવ્યું હતું અને આ સમગ્ર મામલા અંગે મોટા બાપાનો દીકરો શાંતીભાઈ મોહનભાઈ સોજીત્રાને મહિધપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી પરબત વાઢેર (આહીર) દ્વારા લઇ જવામાં આવ્યા હતા.
આ દરમિયાન મારા ભાઈના મોબાઈલથી શાંતીભાઈના મોબાઈલ ઉપર થયેલી વાતચીત રેકોર્ડ થઈ ગયેલી જેમાં મુકેશભાઈ દ્વારા વાત કરવામાં આવી હતી કે, પોલીસ દ્વારા હીરા ચોરીનો આક્ષેપ કરી તેને બહુ માર મારવામાં આવ્યો છે અને પૈસા વિપુલ મોરડીયાને આપવા દબાણ કરવામાં આવે છે અને વગેરે હકીકત રેકોર્ડ થઇ હતી. મારા ભાઈ મુકેશ ઉર્ફે મગનને વિપુલ મોરડીયા તથા પોલીસ કર્મચારી પરબત આહીર દ્વારા ચોરી કર્યાના ખોટા આક્ષેપ કરી માર- મારી ખોટી રીતે પૈસાની માંગણી કરી માનસિક રીતે ત્રાસ આપતા હોય જેને કારણે મરવા માટે મજબૂર કરતા મારા ભાઇ મુકેશ કંટાળી ગયા હતા.
અસહ્ય ત્રાસથી કંટાળી જઇ અનાજમાં નાખવાની ગોળીઓ પી જઇ અને સારવાર દરમિયાન પ્રાણનાથ હોસ્પિટલ ખાતે તેમનું મોત થયું હતું. જેથી વિપુલ મોરડીયા તથા પરબત વાઢેર (આહીર) તથા તપાસમાં નીકળી આવે તે માટે એકબીજાની મદદગારીથી ગુનો કરેલો હોય મારી તેઓના વિરૂધ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
One Reply to “‘તે હીરા ચોર્યા છે, પૈસા આપી દેજે’ પોલીસે મેનેજરને ઉંધો લટકાવીને માર્યો, આઘાતમાં કરી લીધો આપઘાત- પોલીસ સ્ટેશનમાં હાઈ વોલ્ટેજ ડ્રામા”