12 જુલાઈના રોજ ચેમ્બર્સ ઓફ કોમર્સના નેજા હેઠળ ડાયમંડ ઉધોગને પ્રવર્તમાન સ્થિતિ પર વિચારવિમર્શ નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હાજર રહેલા ડાયમંડ અગ્રણીઓએ રત્નકલાકારોને સાચવવાની વાત પર ભાર મૂક્યો હતો. એક તરફ રત્નકલાકારોને સાચવવાની વાત અને બીજી તરફ બેરોજગાર બેકાર થઈ રહેલા રત્નકલાકારોને સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
ડાયમંડ વર્કર યુનિ અને તારીખ 3 જુલાઈના રોજ બેકાર રત્ન કલાકારોની નોંધણીની પ્રક્રિયા શરૂ કરી હતી અને તારીખ 13 જુલાઈ સુધીમાં બેકાર રત્ન કલાકારોને નોંધણી પ્રક્રિયા પૂરી કરી હતી. 13 હજાર પર પહોંચી ગયેલો આંકડો ખરેખર હીરાઉદ્યોગ માટે ચિંતાજનક છે. આ અંગે ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રણમલ જીલરીયા એ જણાવ્યું હતું કે બેકાર થયેલા રત્ન કલાકારો રજિસ્ટ્રેશન માટે આવે છે. તેઓ એક જ વાત કહી રહ્યા છે કે તમને નોકરી આપો અથવા તો દવા આપો.
રત્નકલાકારો કામ નહીં મળતા આપઘાત કરવાનું વિચારી રહ્યા છે એટલી હદ સુધી તેઓની સ્થિતિ કથળી ગઇ છે. આ અંગે સુરત ના કલેકટર શ્રી સાથે મુખ્યમંત્રી રૂપાણી તથા વડાપ્રધાન મોદીને પણ રજૂઆત કરવામાં આવશે.
ડાયમંડ વર્કર યુનિયન દ્વારા થયેલી રજૂઆતો
– મંદીના કારણે છૂટા કરાયેલા રત્નકલાકારોને તાત્કાલિક વૈકલ્પિક રોજગારી આપવા
– રાહત પેકેજ આપવાની માંગ
– સુરત મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવતો વ્યવસાય વેરો માફ કરવો
– શહેરી વિસ્તારમાં રહેતા રત્નકલાકારોના મકાન ભાડા માં માફી કરાવવા
– બેરોજગાર થયેલા રત્નકલાકારો ના બાળકોને શિક્ષણ ફી, સરકારી લેણા અને પ્રાઇવેટ બેન્કો ના હપ્તા ભરવામાં રાહત આપવા માંગણી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.