Surat drinking water samples failed in Lab Test: થોડા દિવસ અગાઉ સુરતના મોટા વરાછા સહિત ચાર સ્થળો ઉપરાંત તાપી નદીના તરફથી લીધેલા પાણીના છ સેમ્પલો (Water sample) મહાનગરપાલિકાની વોટર લેબોરેટરી પરીક્ષણમાં ફેલ થયા છે. પાણીમાંથી લેવાયેલા છ સેમ્પલ માં પાણીના કલર, એમોનિકલ નાઇટ્રોજન, ટર્બિલિટી સહિતની માત્રાઓ વધુ પ્રમાણમાં મળી આવતા શહેરીજનોના જીવ અધ્ધર થઈ ગયા છે.
સુરતના (Mota varachha, Surat) મોટા વરાછા આસપાસના વિસ્તારમાંથી લેવાયેલા પાણીના છ એ છ સેમ્પલ ફેલ થતા, હવે મનપા ના આરોગ્ય વિભાગ પર સવાલો થઈ રહ્યા છે કે છેલ્લા કેટલાય સમયથી સુરતવાસીઓ દૂષિત પાણી આવવાનું ફરિયાદ કરી રહ્યા હતા. તે હકીકતમાં કેમિકલ કલર વાળું પાણી હતું તેવું રીપોર્ટમાં સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સુરતમાં રાંદેર સહિતના મોટા વરાછા વિસ્તારમાં જીવાત અને દુર્ગંધવાળું પાણી આવતું હોવાનું બહાર આવ્યું હતું. સ્થાનિકોએ જણાવ્યું હતું કે પાણી પીળા કલરનો અને દુર્ગંધ વાળું પાણી આવે છે, ત્યારે સ્થાનિક કોર્પોરેટરો અને પાલિકાની ડ્રેનેજ સમિતિના સભ્યોએ અધિકારીઓને સાથે રાખીને સેમ્પલ કલેક્શન કરાવ્યા હતા. જેનો રિપોર્ટ આવતા મોટો ખુલાસો થયો છે.
લેબ રિપોર્ટમાં (Surat drinking water) પાણીના 6એ 6 સેમ્પલ ફેલ રો-વોટરમાં કલરની માત્રા બમણી, એમોનિકલ નાઇટ્રોજનની માત્રા 0.5ની સામે 2.5 (Mg/lit.) તો ટર્બિડિટીની માત્રા 5ની સામે 45.6 સુધી મળી આવી હતી. લેબ રિપોર્ટમાં પાણીના 6એ 6 સેમ્પલ ફેલ થયા હતા. આ રિપોર્ટ 18મી એપ્રિલના રોજ જાહેર કરાયા હતાં. તમામ સેમ્પલ અનફિટ અને પાણી પીવાલાયક ન હોવાની બાબત સામે આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.