Surat News: આજના સમયમાં લાઇફ સ્ટાઇલ, મોબાઇલ ફોન અને લેપટોપ કે કોમ્પ્યુટર પર સતત કામ કરવાના કારણે મોટાભાગના લોકોને(Surat News) આંખોના નંબર આવતા હોય છે અને લોકોને ચશ્મા કે કોન્ટેક્ટ લેન્સ પહેરવા પડે છે. આંખોના નંબરના કારણે લોકોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.પણ શું તમે જાણો છો કે એક નવી ટેકનોલોજીની મદદથી તમે માત્ર ગણતરીના મિનિટમાં જ તમારા આંખોના નંબર હટાવી શકો છો.સુરતમાં દક્ષિણ ગુજરાતના સૌ પ્રથમ રિલેક્સ સ્માઈલના મશીનનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મશીન દ્વારા માત્ર ગણતરીની 3 મિનિટમાં જ માત્ર આંખના ટીપાં નાખીને નંબર ઉતારી આપવામાં આવે છે.
ગણતરીના મિનિટમાં તમારા ચશ્માના નંબર હટાવી શકો છો
આજના સમયમાં નાના નાના બાળકોને પણ નબળી દ્રષ્ટિની સમસ્યા રહેતી હોય છે. નાના બાળકોની આંખો પણ અકાળે નબળી બની રહી છે. જેના કારણે તેમણે ચશ્મા પહેરવા પડે છે. તેનાથી તેમના અભ્યાસ અને દિનચર્યા પર નોંધપાત્ર અસર પડી રહી છે.જો કે આ ટેકનોલોજીની મદદથી તમે ગણતરીના મિનિટમાં તમારા ચશ્માના નંબર હટાવી શકો છો.ત્યારે આ અંગે કેન્દ્રીય રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોષએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવે છે. ત્યારે આ પ્રકારનું મશીન આપણા યુવા વર્ગ ધરાવતા દેશ માટે ખૂબ ઉપયોગી છે. યુવાનોથી લઈને સૌ કોઈ પોતાની આંખોને વધુ સારી, સુરક્ષીત રાખીને દેશના વિકાસમાં યોગદાન આપે તે જરૂરી છે. આ અદ્યતન ટેકનોલોજી એ સુનિશ્ચિત કરે છે કે આંખની સંભાળમાં નવીનતમ પ્રગતિ ગુજરાતના લોકો માટે સુલભ છે, જે તેમના જીવનની ગુણવત્તામાં વધારો કરે છે.
આ નવી ટેકનોલોજી 3 મિનિટમાં દૂર કરશે આંખના નંબર
આ અંગે તેના સ્પેશિયલિસ્ટએ જણાવ્યું કે,આ અદ્યતન રીફ્રેક્ટિવ મશીન, સ્માઈલ, દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત અમારી હોસ્પિટલમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. અમે દક્ષિણ ગુજરાતની સમગ્ર વસ્તી માટે, Lasik, PRK, Femto, અને ICL, રીફ્રેક્ટિવ વિકલ્પોની સંપૂર્ણ સ્માઇલ ટ્રીટમેન્ટ પ્રદાન કરવા માટે ખૂબ જ ઉત્સાહી છીએ. રિલેક્સ સ્માઈલ (સ્મોલ ઈન્સિઝન લેન્ટિક્યુલ એક્સટ્રેક્શન) પ્રક્રિયા પ્રત્યાવર્તન શસ્ત્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે.દર્દીઓ માટે રિલેક્સ સ્માઈલ પ્રક્રિયાના મુખ્ય ફાયદાઓમાં ઝડપી ઉપચાર અને પુનઃપ્રાપ્તિ સમયનો સમાવેશ થાય છે. દર્દીઓ સામાન્ય રીતે એક દિવસની અંદર તેમની દૈનિક પ્રવૃત્તિઓમાં પાછા ફરવા સક્ષમ હોય છે.
સરળ શબ્દોમાં કહીએ તો આંખની બિમારીથી પીડાતા લોકો માટે આ ડિઝાઇન કરવામાં આવી છે. આ ટેક્નોલોજીની મદદથી લોકો સરળતાથી તેમના આંખોના નંબર અને ચશ્માથી મુક્તિ મેળવી શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App