સુરતમાં યુવતીને યુવક સાથે પ્રેમ કરવો પડ્યો ભારે: બોયફ્રેન્ડ નગ્ન વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી કરતો બ્લેકમેઈલ 

આજની યુવા પેઢી પોતાની મરજી મુજબ પ્રેમ કરી લે છે અને પ્રેમનો કેટલીક વાર ખરાબ અંજામ આવે છે. ત્યારે સુરતની એક યુવતીને એક યુવક સાથે…

આજની યુવા પેઢી પોતાની મરજી મુજબ પ્રેમ કરી લે છે અને પ્રેમનો કેટલીક વાર ખરાબ અંજામ આવે છે. ત્યારે સુરતની એક યુવતીને એક યુવક સાથે પ્રેમ કરવો ભારે પડી ગયો હતો. કારણ કે, યુવતીના અન્ય જગ્યા પર લગ્ન નક્કી થઇ ગયા પછી પણ તેને શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ ઉપરાંત તે બળજબરીથી ફોટા પડતો હતો અને વાયરલ કરી તેને ધમકાવતો હતો. જોકે, યુવતીએ પોતાના મંગેતરને આ વાત કરી અને મંગેતરની મદદથી યુવતીએ પ્રેમી અને આ સમગ્ર ઘટના અંગે મદદ કરતા કાકા-કાકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને કાકા-કાકીની પોલીસ દ્વાર ધરપકડ કરવામાં આવી છે.

આજની યુવા પેઢી દેખાદેખીમાં પરિવારની વિરુદ્ધ પોતાની જાતે રૂપી યુવકને પસંદ કરી તેની સાથે પ્રેમ કરતા હોય છે. ત્યારે આવા પ્રેમીને લઈને યુવતી કેટલીક વાર મુશ્કેલીમાં મૂકાઈ જતા હોય છે. ત્યારે સુરતની યુવતીને આવા જ એક યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો હતો.

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 20 વર્ષની યુવતીનું છેલ્લા બે વર્ષથી કતારગામ હરીઓમ સોસાયટી ઘર નં.11માં રહેતી બેકાર યુવક ઉમંગ રાજુભાઇ ઘોઘારી સાથે ગેરકાનૂની સંબંધો હતા. ઉમંગ લીવ ઈન રીલેશનશીપમાં રહેવાની વાત કરી યુવતીને ડભોલી બીઆરટીએસ રોડ માધવ મંદિર પાસે શિવ રેસીડન્સીમાં રહેતા કાકા ઉમેશ ઘોઘારીના ઘરે અવારનવાર લઈ જતો હતો.

ત્યાં તેના કાકા અને કાકી છાયાબેન તેને એકાંત આપતા હતા. આ દરમિયાન ઉમંગે બળજબરીથી યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ તેણે તેનો વીડિયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતાર્યો અને વાયરલ કરવાની ધમકી આપી તેણે કાકા-કાકીની મદદથી યુવતી સાથે બળજબરીથી લગ્ન પણ કર્યા હતા.

ત્યારબાદ તે યુવતીને ત્રાસ આપીને માર મારતો હતો અને બળજબરી કરી શરીર સંબંધ પણ બાંધતો હતો. એક તરફ યુવતીના પરિવારજનો તેના લગ્નની હકીકતથી અજાણ હતા. તેમણે તેની સગાઈ પણ કરી હતી. આ ઉપરાંત આ વાતની જાણકારી મળતા યુવતીનો પ્રેમી લગનના ફોટા વાઇરલ કરી વારંવાર ધમકી આપતો હતો.

જેને લઈને આ પ્રેમી યુવકથી કંટાળેલ યુવતીએ સમગ્ર ઘટના પોતાના ભાવિ પતિ અને મંગેતરને કહેતા મંગેતરે આ યુવતીનો સાથ આપી તેને હેરાન કરતા પ્રેમી વિરુદ્ધ ફરિયાદ કરવા માટે તૈયાર કરી હતી જેને લઈને યુવતીની વાત સાંભળી પરિવારે પણ તેનો સાથ આપ્યો અને આગળ આવીને કતારગામ પોલીસ મથકે આ પ્રેમી યુવક અને તેના કાકા કાકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે પ્રેમી ઉમંગ, તેના કાકા-કાકી વિરુદ્ધ સિંગણપોર-ડભોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ઉમંગનાં કાકા-કાકીની ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *