હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં પુત્રનાં વિરહમાં સુરતમાં એક પિતાએ આત્મહત્યા કરી લેતા હોબાળો મચી જવા પામ્યો છે. માતા-પિતાના બાળકો પ્રત્યેના અપાર પ્રેમના અનેક કિસ્સાઓ તમે જોયા હશે. પરંતુ સુરત શહેરના પાલ વિસ્તારમાં પુત્રનાં વિરહમાં તડપતા એક પિતાએ, “મારે હવે જીવવું નથી, દેવાંગ પાસે જવું છે, એમ કહેતા ઘરમાં જ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા હોબાળો મચી ગયો છે.
ઘટનાની જાણ થતા જ અડાજણ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પાલમાં બનેલી આ કરુણ ઘટનાથી શ્રેષ્ઠ ઉદાહરણ સામે આવ્યું છે કે, માત્ર માતા જ નહી પરંતુ પિતા પણ સંતાનોને કાળજાના કટકા સમાન સમજે છે અને તે જ હદે પ્રેમ કરે છે. તેના પિતા દોઢ વર્ષ પહેલા માર્ગ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા પુત્રના વિરહમાં ઝૂરતા હતા.
પરિવારમાં વારંવાર, “મારે હવે જીવવું નથી, દેવાંગ પાસે જવું છે, એમ કહેતા પિતાએ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પાલમાં આવેલ સ્તુતિ રેસિડેન્સીમાં રહેતા હેમંતભાઈ બાબુભાઈ પટેલ શિફમાં નોકરી કરતા હતા. હેમંતભાઈ પત્ની તથા પુત્ર દેવાંગ અને પુત્રી પૃથા સહિતના પરિવાર સાથે સુખી જીવન પસાર કરી રહ્યાં હતા.
પરંતુ દોઢ વર્ષ પહેલાં માર્ગ અકસ્માતની ઘટનામાં 23 વષીય દેવાંગ મૃત્યુ પામ્યો હતો. દેવાંગના અકાળે મોતથી જાણે હેમંતભાઈ પર જાણે પહાડ તૂટી પડ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. અને તેઓ માનસિક રીતે પડી ભાંગ્યા હતા. આ ઘટના બાદ હેમંતભાઈ નોકરી છોડી દેવાંગની કેક શોપ પર પુત્રી પૃથા અને પત્ની સાથે જવા માંડ્યાં હતા.
હેમંતભાઈ એ હદે હતપ્રભ થયા હતા કે, તેઓએ દેવાંગનો એક મોટો ફોટો બનાવ્યો હતો અને આ ફોટો સામે નવાં કપડાં, ઘડિયાળ, પર્સ તેમજ દરરોજ બે ટાઈમ જમવાનું મૂકતા હતા. તેમ છતાં તેમની વેદના ઓછી ન થતાં તેઓ વારંવાર “મારે હવે જીવવું નથી, દેવાંગ પાસે જવું છે, એમ કહેતા રહેતા હતા.
આ દરમિયાન બુધવારે હેમંતભાઈ કેક શોપ પર ગયા ન હતા. ત્યારે સાંજે પુત્રી પૃથા ઘરે આવી ત્યારે અંદરનું દ્રશ્ય જોઈ હેબતાઈ ગઈ હતી. હેમંતભાઈની ફાંસો ખાધેલી હાલતમાં જોઈ પૃથાએ બુમાબુમ કરતાં પડોશીઓ દોડી આવ્યાં હતા અને અડાજણ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ કરુણ ઘટનાને કારણે સ્થાનિક વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle