હાલમાં કોરોનાની મહામારી તો ચાલી જ રહી છે પરંતુ આની સાથે જ આજના દિવસે એટલે કે, દશેરાનાં પવિત્ર દિવસે મોટાભાગનાં લોકો ફાફડા-જલેબી તો ખાધા જ હશે. હાલમાં ગુજરાતમાં આવેલ સુરત શહેરમાંથી એક જાણકારી સામે આવી રહી છે.
કોરોનાને લીધે બધાં જ ઉત્સવો પર ગ્રહણ લાગી ગયું હતું. એમ છતાં પણ સુરતીઓ કયારેય પોતાની મોજ-મજા છોડતા નથી. આજે દશેરાના તહેવાર પર રાવણ દહન તો કરવામાં આવ્યું નથી પરંતુ સુરતીઓએ ફાફડા-જલેબીની મોજ તો માણી જ હતી. સુરત શહેરમાં આજે દશેરાનાં પર્વને લઇ વહેલી સવારમાં જ ફરસાણની દુકાનોમાં લાંબી લાઈનો લાગી ગઇ હતી.
અમુક દુકાનોમાં તો પહેલેથી એડવાન્સ ઓર્ડર ફાફડા-જલેબી માટે આપવામાં આવ્યા હતા. છેલ્લા ઘણાં વર્ષોથી આજના દિવસે ફાફડા-જલેબી ખાવાની એક પરંપરા બની ગઇ છે. સુરતીઓ સ્વાદ માટે સમગ્ર વિશ્વમાં જાણીતાં બન્યાં છે. જેને કારણે ખાણી-પીણીની બાબતમાં સુરતીઓ હમેશા આગળ રહેતાં હોય છે.
કોઇપણ તકલીફ હોય તેને સુરતીઓ તહેવારમાં બદલી નાખે છે. આજે દશેરાના તહેવાર નિમિતે સુરત શહેરમાં બધી જ ફરસાણની દુકાનોમાં કોરોનાના ભય વિના સુરતીઓએ સવારથી લાઇનો લગાવી હતી. દશેરાના ઉત્સવમાં ફાફડા તથા જલેબી ખાવાની એક પરંપરા કેટલાંક વર્ષોથી બની ગઇ છે.
જેને કારણે સુરતીઓ આજે સવારથી ફરસાણની દુકાનમાં લાંબી લાઇનો લગાવીને ઉભા રહ્યાં હતા. સવારથી બપોર સુધીમાં જ સુરતીઓએ કરોડો રૂપિયાના ફાફડા-જલેબી આરોગી લીધા હતા. બપોર સુધીમાં ફરસાણની દુકાનોમાં ફાફડા-જલેબીનો સ્ટોક પણ પુરો થઇ ગયો હતો. જેને કારણે ઘણાં ફરસાણવાળાને બપોરે દુકાન બંધ કરી દેવી પડી હતી. વર્ષોથી સુરતી લાલાઓ કરોડો રૂપિયાના ફાફડા-જલેબી દશેરાનાં પર્વ નિમિત્તે આરોગી જતાં હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle