સુરત (Surat)માં હત્યા (Murder)ના કેસો ખુબ જ વધતા જાય છે. ત્યારે થોડા સમય પહેલા બનેલી ઘટના ગ્રીષ્મા હત્યાકાંડમાં આરોપી ફેનીલે જાહેરમાં ગ્રીષ્મનું ગળું કાપી ખોફનાક રીતે હત્યા કરી નાખી હતી. આ કેસમાં વધુ સુનાવણી કોર્ટે(Court) 16 એપ્રિલ જાહેર કરી હતી. તેથી આ બહુચર્ચિત ગ્રીષ્મા હત્યા કેસમાં આવતીકાલે ચુકાદો(Judgment) આવશે. સરકાર પક્ષ દ્વારા આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માગ કરવામાં આવી છે. તેમજ લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બચાવ પક્ષે દલીલો કરી:
આ કેસમાં ફેનીલને દોષિત જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. હત્યાના આરોપી ફેનિલ તરફથી ઝમીર શેખ અને અજય ગોંડલિયાએ અંતિમ દલીલો કરી હતી. સતત ત્રણ દિવસ દલીલો કરી હતી, જેમાં ઝમીર શેખે અંતિમ દલીલમાં જણાવ્યું હતું કે, આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.
આ સાથે તેમણે કોર્ટને જણાવ્યું હતું કે તપાસ અધિકારી દ્વારા મીડિયામાં કરેલાં નિવેદનો બાદ સમાજમાં આરોપી વિરુદ્ધનું વાતાવરણ ઊભુ થયું છે. જેથી સાક્ષીઓ આરોપીની તરફેણમાં જુબાની આપવા પણ તૈયાર નથી. આ કેસમાં સતત સવા મહિના સુધી કોર્ટ ટ્રાયલ ચાલી હતી.
105 સાક્ષીની જુબાની લેવાઈ:
આ કેસમાં ટ્રાયલ દરમ્યાન કુલ 105 સાક્ષીઓ ની જુબાની લેવાઈ છે. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે. આવતીકાલે દોષિત જાહેર કર્યા બાદ સજા નું એલાન કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.