ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ: પૂર્વ મહિલા નગર સેવિકાનો પતિ જંગી જથ્થા સાથે ઝડપાયો

હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે મતદારને રિઝવા માટે ભુતપૂર્વ નગર સેવિકાનો પતિ અરુણો જાતતો લઇને આવતો હોવાની હકીકતના આધારે પોલીસે નગર સેવિકાના પતિની દારૂ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાલ ગુજરાતમાં જયારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે મહાનગર પાલિકા સાથે નગરપાલિકાએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પણ ચૂંટણીને લઈને સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે પણ ઉમેદવારને રિઝવવા માટે રૂપિયા સાથે દારૂની રેલમછેલ કરતા હોય છે ત્યારે આવા ઉમેદવાર અને ખાસ કરીને મતદારને રિઝવા મેટ લેવામાં આવતો દારૂ ઝડપી પાડવાનું પોલીસ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે.

ત્યારે સુરતના છેવાડે આવેલ સચિન નગરપાલિકાના ચૂંટણીમાં આજ પ્રકારે દારૂનો જથ્થો લેવામાં આવી રહ્યાની વિગત સચિન પોલીસને મળતા પોલીસે આ અંગે ધ્યાન રાખીને એક ઈસમને દારૂના જથ્થા સાથે ઝડપી પાડવમાં આવ્યો હતો. જોકે, દારૂનો જથ્થો લઇને આવનાર ઈસમ અન્ય કોઈ નહિ પણ સચિન નગર પાલિકાના ભૂતપૂર્વ નગર સેવિકાનો પતિ જ નીકળ્યો તેવું જાણવા મળ્યું છે.

પોલીસ દ્વારા આ નગર સેવિકાના પતિ અમર યાદવની દારૂ સાથે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરવામાં આવી છે કે આ ઈસમ દારૂઓ જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવા જતો હતો. જોકે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો છે.

જોકે, ચૂંટણી સમયે દારૂની રેલમછેલ કરવામાં આવતી હોય છે. તે આ ઘટના પરથી સાબિત થાય છે. ત્યારે આ ઘટના બાદ આ વિસ્તારમાં પોલીસ દ્વારા સતત પ્રેટ્રોલિગ વધારવામાં આવ્યું છે. કારણ કે, ગ્રામીણ વિસ્તારમાં આજ રીતે દારૂની રેલમછેલ ચૂંટણી સમયે થતી હોવાને કારણે અટકાવ માટેની કામગીરી પોલીસ દ્વારા શરુ કરવામાં આવી છે. આ દરમિયાન હવે એ જોવાનું રહ્યું કે પોલીસ કેટલી સફળતા પ્રાપ્ત કરે છે. આ સમગ્ર ઘટના સુરતની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *