રાજ્યમાં અવાર-નવાર પતિ દ્વારા પત્નીને મારમારીને ઘરની બહાર કાઢી મૂકી હોવાની ઘટના સામે આવતી રહે છે. પરંતુ આજે પત્ની દ્વારા પતિને મારમારીને ઘરની બહાર કાઢી મુક્યો હોવાની એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટના સુરત સુરત શહેરના ગોડાદરામાં બનવા પામી હતી. આ ઘટનામાં પત્નીના આડાસંબંધનો ભાંડો ફૂટી જતા પત્નીએ પતિને જ ઘરમાંથી કાઢી મૂક્યો હતો. જેને પગલે પતિએ પત્નીના આંડાસંબંધ અંગે વીડિયો બનાવ્યો હતો અને વીડિયોમાં જ ઊંઘની ગોળીઓ ખાઈ હાથની નસ કાપી નાખી હતી.
આ સમગ્ર ઘટનામાં પત્ની, સાળા અને સસરાના ત્રાસથી યુવકે વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હતી અને સાથે હાથની નસ કાપવાનો પણ પ્રયત્ન કર્યો હતો. યુવકને સારવાર અર્થે સ્મીમેર હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરપુરુષ સાથે પત્નીના અફેરનો ભાંડો ફૂટ્યો તો પતિને ઘરમાંથી કાઢી મૂકી ઢોરમાર મરાયો હતો. જેથી કંટાળીને પતિએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
દક્ષીણ ગુજરાતમાં આવેલ સૂરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી માન સરોવર સોસાયટી પાસે શ્યામ હાઇટ્સમાં રહેતા ગણેશ (ઉ.વ. 36, મૂળ ઓરંગલ, તેલંગણા) ઉધના ખાતે કોર્પોરેટ સર્વિસ સ્ટેશનમાં લોન ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે અને છેલ્લા ચાર માસથી તે અહીં કંપનીમાં જ રહે છે. વર્ષ 2011માં તેના લગ્ન સમાજના રીતિરિવાજ મુજબ થયા હતા. હાલમાં તેને સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્રી છે.
પત્નીને અન્પુયરુષ સાથે પ્રેમસંબંધ ચાલતો હતો. જે અંગે જાણ થતાં ગણેશે પત્ની પ્રિયાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પ્રિયા આ મુદ્દે વારંવાર ઝઘડા કરતી હતી અને વર્ષ પહેલાં તેણીએ પતિ ગણેશ વિરુદ્ધ લિંબાયત પોલીસમાં મારઝૂડ અંગે ફરિયાદ આપી હતી. જે ગુનામાં પોલીસે ગણેશની અટક પણ કરી હતી. દરમિયાન ચાર મહિના પહેલાં સાળો વિશાલ, સસરા રામબાબુએ ગણેશને ઢોરમાર માર્યો હતો. ગણેશને કહ્યું હતું કે, હવે પછી મારી દીકરી પ્રિયા પાસે આવીશ તો જાનથી મારી નાંખીશ એવી ધમકી આપી હતી અને બાદમાં તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો.
ગત તા. 23મીએ બપોરના સમયે ગણેશ બાળકોના ખબરઅંતર પૂછવા ગયો તો પત્ની પ્રિયાએ ઝઘડો કરી ધમકી આપી હતી. જેથી માઠું લાગી આવતાં ગણેશે ઊંઘની ગોળીઓ ખાઇ ડાબા હાથની નસ કાપી નાંખી હતી. ગણેશને સારવાર અર્થે સ્મીમેરમાં ખસેડાયો હતો. લિંબાયત પોલીસે ગણેશની ફરિયાદના આધારે પત્ની પ્રિયા, સાળા વિશાલ, સસરા રામબાબુ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પત્નીના આડાસંબંધ અંગે જાણ થઈ જતા અવાર નવાર ઘરમાં ઝઘડાઓ થતા હતા. બાળકોની સામે જ પતિ પત્ની બંને ઝઘડી પડતા હતા. જેમાં થોડા સમય પહેલા થયેલા ઝઘડામાં પત્નીએ પતિને બેટથી ફટકાર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle