વર્ષ 2021નાં પ્રથમ તહેવાર ઉતરાયણ છે. તેમજ અમદાવાદ શહેરની ઉતરાયણની ઉજવણી પણ ખાસ હોય છે. પણ હાલ ચાલુ વર્ષે તો કોવિડ-19ની ગાઈડલાઈન તેમજ સરકારની માર્ગદર્શિકાનાં પાલનની સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટેની છે. તે સમયે અમદાવાદીઓ દ્વારા તો અગાઉથી તૈયારી કરવામાં આવી છે તેમજ દર વર્ષેની જેમ આ વર્ષનો પણ ઉતરાયણ પર્વ ઉજવવા માટે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.
તે સમયે હવામાન ખાતે ઉત્તરાયણનાં રોજ પવન હશે કે નહીં હોય તે વિશેની આગાહી કરવામાં આવી છે તે પણ જોઇએ. ઉતરાયણ પર્વની ઉજવણી ખાસ તો તે સમયે જ બને છે જ્યારે પતંગ ચગવા માટે પવન સારો હોય. હવામાન ખાત દ્વારા તો આગાહી કરવામાં આવી છે કે, અમદાવાદ શહેરમાં ઉતરપૂર્વ-પૂર્વનાં પવન ફૂંકાશે તેમજ દર કલાકે પવનની ગતિ 8થી 10 km સુધીની રહેશે. દર વર્ષે પણ ઉતરાયણ પર્વમાં પવન સાધારણ હોય છે.
ગયા વર્ષે પણ 15થી 20 kmની ઝડપે પવન ફૂંકાયો હતો. પવન સાધારણ રહેવાનાં લીધે પતંગ રસિયાઓ માટે સવારનાં સમયે પતંગ ન ચગવાથી નિરાશા જોવા મળી હતી. તો આ વર્ષે તો પવનની ગતિ માત્ર 8થી 10 kmની જ રહેવા અંગેનું અનુમાન છે. તે સમયે પવનની સાધારણ ગતિમાં પણ પતંગરસિયાઓ કઈ રીતે મજા લૂંટે છે તે જોવાનું રહ્યું છે. અમદાવાદ શહેરનાં યુથ દ્વારા તો તૈયારીઓ કરવામાં આવી છે.
માર્ગીલ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2020નાં તહેવારો કોવિડ-19નાં લીધે ઉજવી શક્યા નથી. પણ વર્ષ 2021નો પ્રથમ પર્વ તેમજ સરકાર દ્વારા પણ છૂટછાટ આપવામાં આવી છે. કોવિડ-19ની ગાઈડલાઈનની સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરીશું તેમજ પતંગ પણ નાના લીધા છે જે પવનની ગતિ ઓછી હોય તો પણ ઉડી શકશે.
હવામાન ખાતાનાં નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, ઉત્તરાયણ પર્વના રોજ 8થી 10 kmની ઝડપે પવન ફૂંકાશે. પરંતુ સવારનાં સમયે પવનની ગતિ ઓછી રહેશે તેમજ બપોર પછી પવનની ગતિ વધી જશે. પતંગ રસિયા માટે નિરાશા રહે પરંતુ બપોર પછી પવનની ગતિ વધી જશે. જેનાં લીધે પતંગરસિયાઓનો ઉત્સાહ બની રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle