ઘણા લોકો ટ્રાફિક પોલીસના દંડથી બચવા માટે હેલેમેટ પહેરીને નીકળતા થયા છે. પોલીસ ખાતાના કર્મચારીઓ પણ મોટેભાગે હવે હેલ્મેટમાં જોવા મળે છે. પરંતુ સુરતની એક મહિલા કર્મચારીને હેલ્મેટ નહિ પહેરવાની આળસે ગુનાહિત કૃત્ય કર્યું છે. જેની તસ્વીરો વિરલ થઇ જતા સુરત ટ્રાફિક પોલીસની કામગીરી સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. પોલીસ ના ઇ મેમો થી બચવા મહિલા પોલોસ કર્મીએ આગળ પાછળની નંબર પ્લેટ પર ચૂંદડી બાંધી દઈને શહેરમાં લાગેલા CCTVમાં પોતાને Eમેમો ન આવે તે માટે નવતર પ્લાન કર્યો છે.
સોસીયલ મીદીયમાં વાઈરલ થયેલી આ તસ્વીરમાં સ્પષ્ટ દેખાઈ છે કે કઈ રીતે આગળ અને પાછળ બંને નંબર પ્લેટ પર ચુંદડી બાંધી દઈને પોતાની ગાડીની ઓળખ છુપાવી છે. ઉલ્લેખનીય છે કે ટ્રાફિક નિયમ નો ભંગ થતા ઇ મેમો આપવામાં આવે છે. સુરત પોલીસ મોનીટરીંગ કરીને આવી છેડછાડ કરનારા વિરુદ્ધ દંડ અને ગુનો નોંધે છે. પરંતુ સુરત પોલીસના જ કર્મચારી આવું કૃત્ય કરી બેસે ત્યારે પોલીસ પણ ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકાય જાય છે.
સામાન્ય નાગરિકોને હેલ્મેટ, PUC કે નંબર પ્લેટ ના ગુનામાં તરત જ દંડ ફટકારીને ગુનો નોંધતી સુરત પોલીસની મહિલા પોલીસ જ મેમો ન મળે તે માટે આ પ્રમાણે પોલીસ ના નિયમ વિરુદ્ધ નું કૃત્ય કર્યું છે ત્યારે તેની સામે ક્યારે કાર્યવાહી થશે તેની રાહ જોવાઈ રહી છે. આમ નાગરિક આ પ્રકારે કરે તો તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવે છે. અહી મોટો સવાલ એ છે કે શુ મહિલા પોલીસ વિરુદ્ધ કાર્યવાહી થશે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.