ગુજરાતમાં ઘણીવાર વન્ય પ્રાણીઓ અમુક શહેરમાં અને ગામમાં આવી જતા હોય છે. એવો જ એક કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે. સુરત શહેરમાં ફરી દીપડો દેખાય જતા લોકોમાં ફફડાટ ફેલાય ગયો છે, સાથે જ તંત્ર પણ દોડતું થઇ ગયું છે. સુરત શહેરનાં હજીરા વિસ્તારમાં સતત દેખા દીધા પછી અચાનક ગાયબ થયા પછી દીપડો રવિવારનાં દિવસે રાતે અદાણી કંપનીમાં દેખાયો હતો.
અમુક ક્ષણોમાં જ ત્યાંથી દીપડો ફરી પાસેનાં ગાઢ જંગલમાં ચાલ્યો ગયો હોવા અંગેનું જાણવા મળ્યુ છે. શિયાળાની ઋતુના પ્રારંભ થતાની સાથે ખોરાકની શોધમાં દીપડા માનવવસ્તી બાજુ જતા હોય છે. હાલ સુધી ગામડા વિસ્તારમાં કે શહેરનાં છેવાડે દેખાતા દીપડા હાલ શહેરી વિસ્તારમાં દેખાય રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી સુરત શહેરનાં હજીરા અથવા દિવાળીનાં દિવસોમાં માંડવી-ઓલપાડ તેમજ સુરત શહેરનાં હજીરા વિસ્તારમાં જોવા મળેલો દીપડો છેલ્લા 2 માસથી હજીરા, ઓલપાડનાં કાંઠા વિસ્તારનાં ગામોમાં ફરે છે.
તેમાં છેલ્લે હજીરાની સ્ટીલ કંપનીમાં દેખાયેલો દીપડો 48 કલાકથી ગાયબ થયા પછી રવિવારનાં રોજ રાતે ફરીથી હજીરા વિસ્તારમાં દેખાયો હતો. રવિવારનાં રોજ રાતે 10-30 વાગ્યાની આસપાસમાં અદાણી પોર્ટની આસપાસનાં વિસ્તારોમાં દીપડો દેખાયો હતો. જો કે, થોડા જ ક્ષણોમાં જ ત્યાંથી ગાયબ થયો હતો. આ દીપડા પશુઓનું મારના કરતાં કરતાં માનવભક્ષી થાય છે. હજીરા વિસ્તારનાં ગ્રામજનોની ફરિયાદ મળતા વન ખાતાએ તપાસ કરતા દીપડાનાં પગલાં દેખાયા હતા.
જે જગ્યાએ દીપડો દેખાયો હતો, તે જગ્યાની પાસે જ ગાઢ જંગલ હોવાનાં લીધે તે ત્યાંથી જંગલમાં રવાના થયો હતો. વન ખાતાનાં અધિકારીઓનું માનીએ તો રવિવારનાં રોજ હજીરા ખાતે આવેલા અદાણી પોર્ટનાં કેમેરામાં કેદ થયેલો દીપડો આસપાસ મોટું જંગલ હોવાની તેમજ ખોરાક મળી રહેતો હોવાનાં લીધે ત્યાં જ વસવાટ કરે છે.
જોકે, તેને પકડી પાડવા માટે ઘણી મહેનત કરવા છતાં પણ દીપડો પકડમાં આવતો ન હતો. દીપડો દેખાવાને લઈને ત્યાંના સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. આ દીપડાએ કોઈ પણ મનુષ્ય પર હુમલો કર્યો નથી. વન ખાતા દ્વારા આ દીપડાને પકડા પાડવા માટે સતત કાર્ય કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle