ગઈકાલે સુરતના મેયર અને ભાજપના પદાધિકારીઓએ ભારે ઉપાડે જાહેરાત કરી હતી કે, માસ્ક ન પહેરનાર પાસેથી દંડ નહિ વસૂલાય અને હવે પાલિકા અને પોલીસ દંડ નહી લે પણ માસ્ક આપસે.. આ નિર્ણય મામલે અનેક અસમંજસ સર્જાયા હતા. જેના બાદ આજે જાહેરાતના 24 કલાક પણ પુરા નથી થયા ત્યા જ માસ્ક મુદ્દે દંડ નહી લેવાનો નિર્ણય બદલી નાખવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનર અજય તોમરે આજે સવારે સ્પષ્ટતા કરી છે કે, માસ્ક નહી પહેરો તો દંડ તો વસૂલાશે જ. માસ્ક જરૂરી છે.
પોલીસ કમિશનરની આ જાહેરાત બાદ હવે સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ (Hemali Boghawala) જાહેરાત તો કરી દીધી હતી પણ હવે માસ્કના દંડને લઈ તે પોતે હવે સ્પષ્ટ નથી. સવારે મીડિયા સાથે વાતચીતમાં મેયરે જણાવ્યું કે, તમામને અપીલ કે માસ્ક પહેરીને ઘરની બહાર નીકળે. કાયદાકીય કાર્યવાહી તો એની રીતે થશે. પ્રજાને અપીલ કે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી એટલે માસ્ક પહેરો તો કાર્યવાહી નહીં થાય. માસ્ક નહીં પહેરો તો તમને માસ્ક આપવામાં આવશે. કોરોનાને લઈ ટેસ્ટિંગ અને વેક્સિનેશનની કામગીરી વધુ ઝડપથી હાથ ધરવામાં આવશે.
સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ ગુરૂવારે જાહેરાત કરી હતી કે પોલીસ દ્વારા લોકો પાસેથી માસ્કના નામે આડેધડ વસૂલવામાં આવતો દંડ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. બીજી બાજુ રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમે જણાવ્યુ છે કે આવો કોઈ જ નિર્ણય લેવાયો નથી. દંડ માફ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. જે બાદ હવે ખુદ સુરતના મેયર અવઢવમાં આવી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ મેયર હેમાલી બોઘાવાલાએ મેયર બનતાની સાતે જ શેખી મારવા માટે શહેરની હદ ન હોવા છતા હાઇવે પર જઇ લોકોને અટકાવી પૂછપરછ કરતા વિવાદ સર્જાયો હતો. મેયર બન્યા બાદ ૩ દિવસમાં ખુદ મેયર બોઘાવાલાએ સોશિયલ ડિસ્ટન્સિંગ અથવા તો માસ્કના નિયમોનું પાલન કર્યું નથી ત્યારે તેઓ લોકોને નિયમો સમજાવતા જોવા મળ્યા હતા. અને એક કારચાલકને રોકીને ફાંકા માર્યા હતા કે “ગાડીમાં કેટલા ભર્યા છે? ક્યા ગયા હતા? સાઇડમાં મુકાવી દઇશ” જેવી શેખીઓ મારી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.