સુરત- કરોડની સંપતી ધરાવતો આ રત્નકલાકારનો પરિવાર, લઇ રહ્યો છે સાંસારિક જીવન માંથી ત્યાગ

સુરતમાં પરિવાર સાથે રહેતા રત્નકલાકાર પોતાની બધી સંપત્તિ વેચીને પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે સંયમના માર્ગે ચાલી દીક્ષા લઈ લેવા જઈ રહી છે. 29 જાન્યુઆરીના રોજ સુરત શહેરના પાલ વિસ્તારમાં આચાર્ય ગુણરત્નસૂરીશ્વર મહારાજ સાહેબના સાનિધ્યમાં મહેતા પરિવારના ચાર સભ્યો દીક્ષા લઇ સંસારિક માયાથી દૂર થવા માટે જઈ રહ્યા છે.

ગુજરાતના બનાસકાંઠાના સુઈ ગામના વતની અને હાલમાં સુરતમાં અડાજણ વિસ્તારના રહેવાસી પોતાના જીવનના વીસ વર્ષ હીરા ઉદ્યોગને આપનાર વિજય મહેતા પોતાની પત્ની સંગીતા અને બે દીકરીઓ સાથે દીક્ષા લેવા જઈ રહ્યા છે. વિજય મહેતા હીરાના મોટા વેપારી છે, અને કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતા હતા, પરંતુ 6 વર્ષ પહેલાં તેઓએ વેપારને મહત્વ આપવાનુ ઓછુ કરી દીધુ હતુ.

કારણ કે તે સમયે તેમને લાગતું હતુ કે, થોડા સુખ માટે આટલી મહેનત શા માટે કરવી? આ કારણે પોતાના પરિવાર સાથે દીક્ષા લેવાનો વિચાર કર્યો. એટલુ જ નહી પોતાની બધી સંપત્તિ અને મિલકત કે જેને તેઓએ પોતાની વર્ષોની મહેનતથી ઊભી કરી હતી. તેને વેચવાનો નિર્ણય પણ કરી દીધો છે.

આ સંપત્તિનો ઉપયોગ તેઓ લોકોને નરકમાં કેવું જીવન હોય છે તેનુ એ.આર ટેકનોલોજીથી લોકોને બતાવશે અને અને બાકીની બધી રકમ ગરીબોને દાનમાં આપી દેશે. આ પરિવારની એક દીકરી નામે ઋત્વી એ આજથી બે વર્ષ પહેલા દીક્ષા લીધી હતી, જોકે પહેલેથી દીક્ષા લેવી હતી જેને લઇને તે બે વર્ષ મહારાજ સાહેબના સાનિધ્યમાં સહ પરિવાર રહ્યા હતા.

જોકે ફરવાનો શોખ સાથે દર રવિવારે ફિલ્મ જોવાની અને અઠવાડિયામાં બે વખત હોટલમાં જમવા જવાનો પણ શોખ ધરાવતા વિજય ભાઈ અને તેમનું પરિવાર પહેલેથી જ દીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. આ પરિવાર પહેલેથી જ એશોઆરામની જિંદગી જીવતા હતા અને જીવી પણ શકેત, પણ તેઓએ દિક્ષા લેવાનો નિર્ણય કરી લીધો છે.

નાની બહેને દીક્ષા લીધા બાદ બંને બહેન તેની સાથે એક મહિનો સમય વિતાવ્યો હતો. પોતે CA થઈને પણ દીક્ષા લેવી હતી. જોકે આ સમય વધુ લાગતો હોવાને લઇને બીજા નંબરની દીકરી ઋત્વીએ દીક્ષા લીધી હતી. મોટી દીકરીએ CA તો ન કર્યું પણ કોપ્યુટર અને જવેલરી ડિઝાઇનની તાલીમ લીધી છે, પહેલી દીકરી દીક્ષા લે તે પહેલા આખો પરિવાર ભારતના દરેક રાજ્યમાં ફરી આવ્યા છે, ખાલી પંજાબ ફરવાનું બાકી રાખ્યું હતું.

આ આખો પરિવાર માને છે કે, સાંસારિક જીવનમાં કઈ રાખ્યું નથી, આ જીવન નરક છે અને સાચું સુખ સંયમમાં છે. એટલે પોતે સંયમના માર્ગે જેણે લોકોને જીવનનો દરાવનાર શો બતાવા જઈ રહ્યાની વાત કરી હતી. પોતાના જીવનમાં દરેક સુખ જોયા છે, કરોડો રૂપિયા કમાયા બાદ હવે સાચા સુખ માટે પરિવાર સાથે આ રત્નકલાકાર દીક્ષા લેવા જઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *