જાણો એવું તો શું થયું કે, સુરતમાં નાનાભાઈએ જ મોટાભાઈને પથ્થર મારી મારીને કરી દર્દનાક હત્યા

આજકાલ સતત હત્યાની ઘટના સામે આવી રહી છે. આ દરમિયાન ગઈકાલે ગોડાદરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારમાં અડધી રાત્રે દારૂના નશામાં ધમાલ કરતા નાના ભાઈને સમજવા જતા થયેલા ઝગડામાં મોટા ભાઈએ પથ્થર મારી નાના ભાઈની હત્યા કરી હતી. આ મામલે મોટાભાઈની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરત જાણે ગુનાખોરી મામલે દિવસેને દિવસે આગળ વધી રહ્યુ છે. ત્યારે દરરોજ એક હત્યાની ઘટના સમયે આવી રહી છે. આ દરમિયાન આજે સુરતના ગોડાદરા વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ પ્રિયંકા સોસાયટીમાં રહેતા સાવાનેકર પરિવારમાં મોટા ભાઈ કેસરિચંદ તેના પરિવાર સાથે રહે છે. મકાનના પહેલા માળે તેનો નાનો ભાઈ હીરાલાલ રહે છે.

ગઈકાલે ગરમીને કારણે બંને ભાઈ પોતાના મકાનની ગેલેરીમાં સુતેલા હતા ત્યારે નાનોભાઈ દારૂના નશામાં લવારી કરવા લાગ્યો હતો તેમજ મોટા ભાઈ સાથે ઝગડો કરી જેમ તેમ બોલવા લાગ્યો હતો. પહેલા ઝગડા બાદ મામલો શાંત થઈ ગયો હતો. પરંતુ ત્યારબાદ મોડી રાત્રે નાના ભાઈએ ફરીવાર ધમાલ શરૂ કરી દીધી હતી. જેને લઈને મોટા ભાઈએ ફરી નાનાભાઇને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ નાના ભાઈએ નશાની હાલતમાં હાથા પાઇ શરૂ કરી દીધી હતી.

આ હાથાપાઈમાં મોટાભાઈએ આવેશમાં આવીને નાનાભાઈના માથા પર પ્થ્થર મારી દેતા તેને ગંભીર ઇજા થઈ હતી જેને કારણે તેનું કરુંણ મોત થયું હતું. આ ઘટનાની જાણકારી માતાએ ગોડાદરા પોલીસને આપતા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને નાનાભાઈના હત્યાના મામલે મોટાભાઈની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ હત્યાના ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *