વિદેશથી આવી Home Quarantine નો ભંગ કરી સુરતમાં ખુલ્લેઆમ ફરતા 2 વ્યક્તિઓ પકડાયા- જાણો અહી

કોરોનાની મહામારીને રોકવા માટે 22 માર્ચ રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને જનતા કર્ફ્યુમાં સહકાર આપવાની અપીલ કરી હતી. દેશમાં અને રાજ્યમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે 22 માર્ચના જનતા કર્ફ્યુંમાં પણ લોકોએ તંત્રને સમર્થન આપ્યું છે. સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટમાં વહેલી સવારથી જ રસ્તાઓ સુમસાન જોવા મળ્યા હતા. રહેણાંક વિસ્તારોમાં દૂધની ડેરી, મેડીકલ અને કરીયાણાની દુકાનો સિવાય અન્ય દુકાનો બંધ જોવા મળી હતી.

પરતું સુરત શહેરમાં હોમ કોરેન્ટાઈન(Home Quarantine)નો ભંગ કરનાર પર પોલીસ એ ગુનો દાખલ કર્યો છે. લોકોને ઘરમાં રહેવાનું કહેવા છતાં આ બંને વ્યક્તિ જાહેરમાં ફરી રહ્યા હતા. આ કારણોસર સુરત પોલીસે આ બંને વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. ગુજરાતમાં સૌ પ્રથમ સુરત શહેરમાં આ ગુનો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ મ્યુનીસીપલ કમિશ્નર એ હોમ કોરેન્ટાઈન નો ભંગ કરનારને ૨૫૦૦૦ દંડ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

વિદેશ થી આવેલા વ્યક્તિ ઓ પોતના હોમ કોરેન્ટાઈન હેઠળ રહેવાને બદલે ઘર છોડી અન્ય લોકો ના સંપર્ક કરતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અડાજણ પોલીસ મથકમાં અને પુણા પોલીસ મથકમાં આરોગ્ય અધિકારીએ આ બંને વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હોવાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. હવે આ બંને વ્યક્તિ સામે કડક પણે પગલા ભરવામાં આવશે કે કેમ તેની રાહ જોવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે કલમ ૧૪૪ નો ભંગ કરવા બદલ સુરતની ચોક બજાર પોલીસ દ્વારા કીર્તેશ પાટીલ નામના શખ્સ પર ગુનો દાખલ કરીને લાલ આંખ કરી હતી.

કોરોના ના ભય છતાં ભીડ ભેગી કરનાર ગુજરાતના આ બીજેપી યુવા નેતા પર પોલીસ ફરિયાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *