સુરતમાં યુવાધનને બરબાદ કરવાનું રેકેટ ઝડપાયું, કરિયાણાની દુકાનમાંથી મોટા પ્રમાણમાં એવી વસ્તુ મળી આવી કે…

સુરતમાં સતત નશીલા પદાર્થનું ધૂમ (surat Narcotics products) વેચાણ થઈ રહ્યુ છે ત્યારે ગતરોજ સુરત SOG પોલીસે (SOG Surat) શહેરનાઉધના વિસ્તારમાં દરોડા પાડીને (Raid) અનાજ કારિયાણી દુકાનમાંથી (Grocery Store) નશીલા પદાર્થ અફીણનો (4 KG Opium) 4 કિલો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે આ જથ્થો દુકાનમાં વેચાણ માટે રાખવામાં આવેલો હોવાનું સામે આવતા પોલીસે દુકાનદારની ધરપકડ કરી હતી. કરિયાણાના માલ સામાન સાથે જાહેરમાં અફીણ વેચવાનું સાહસ કરનાર વેપારીને ભારે પડ્યું છે.

સુરત શહેર જે રીતે વિકાસ કરી રહ્યું છે તેજ રીતે સુરતમાં મેટ્રો શહેરની જેમ યુવાધન નશીલા પદાર્થના સેવન તરફ વળી રહ્યા છે ત્યારે સુરત પોલીસે છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થનું વેચાણ કરતા લોકોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે ત્યારે સુરત એસઓજી પોલીસ સતત નશીલા પદાર્થનું વેચાણ કરત લોકોને શોધી રહી છે.

દરમિયાન એસઓજીને અંગત બાતમીદારો દ્વારા બાતમી મળી હતી કે સુરતના ઉધના વિસ્તારમાં એક ઈસમ અનાજ કરિયાણાની દુકાનની આડમાં અફીણનું વેચાણ કરે છે. જોકે પોલીસે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ભાઠેનાથી રોકડીયા હનુમાન મંદિર BRTS રોડ નહેર ઉપર હિંગળાજ સોસા મકાન નંબર 13માં દરોડા પાડ્યા હતા.

અહીંયા સ્વરૂપસિંહ હિરસિંહ રાજપૂત નામનો વ્યક્તિ જેનું મુળ વતન નિમ્બા ગામ તા.બાલેસર જી.જોધપુર રાજસ્થાન છે તે ઝડપાયો હતો. આ વ્યક્તિ અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે. પોલીસે આ ઈસમની દુકાનમાંથી અફીણ મળી આવ્યુંં હતું. જોકે 4 કિલો 797 ગ્રામ નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો હતો. જેની કિંમત 4 લાખ 79 હજાર થઈ છે. જોકે પોલીસે આરોપી પૂછપરછ કરતા અફીણ વેચામ કરેલ 11.80 લાખ રૂપિયા પણ તેની દુકાનમાંથી મળી આવ્યા હતા.

જોકે, પોલીસે કુલ 16.65 લાખ રૂપિયા કબ્જે કરી આ ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે અને આ ઈસમ કેટલા સમય થી નાશીલ પદાર્થ નું વેચાણ કરે છે અને આ નશીલા પદાર્થ કયથી લાવિયો છે તે દિશામાં તપાસ પણ શરુ કરી છે. દરમિયાન જાહેરમાં એક કરિયાણાની દુકાનમાં ખુલ્લેઆમ અફીણ વેચતા શખ્સનું ડેરિંગ જોઈ પોલીસને પણ આશ્ચર્ય થયું હતું. જે સામાન્ય દુકાનમાં રોજનો 2-3 હજાર રૂપિયાનો વકરો ન થતો હોય ત્યાંથી લાખો રૂપિયાનું અફીણ લાખો રૂપિયા રોકડા મળી આવતા આ વિષયમાં ઉંડી તપાસ કરવામાં આવે તો અન્ય આવા શખ્સો ઝડપાવાની પણ પોલીસને આશંકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *