Surat police arrested the thief: શહેરમાં આવેલા ભટાર વિસ્તારની સોસાયટીના મકાનમાં ત્રણ મહિના પહેલા થયેલી લાખોની ઘરફોડ ચોરીની ઘટનામાં મધ્યપ્રદેશની કુખ્યાત “પારઘી” ગેંગના સાગરીતની ખટોદરા પોલીસે દિલ્હી ખાતેથી તેની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ગેંગ પોલીસ પર પણ હુમલો કરવાની ટેવ ધરાવતી હોવાથી ખટોદરા પોલીસે ખૂબ જ સિફતપૂર્વક ઓપરેશન હાથ ધરી દિલ્હી ખાતેથી ગેંગના(Surat police arrested the thief) એક આરોપીને ઝડપી પાડ્યો છે.
ખટોદરા પોલીસની ટીમે ચારથી પાંચ દિવસ સુધી દિલ્હી ખાતે સતત વર્કઆઉટ કરી ફુગ્ગાનું વેચાણ કરતા ફેરિયાનો વેશ ધારણ કરવામાં આવ્યો હતો. જ્યાં દિલ્હી ખાતે લાગેલા મેળા બહાર પોતાના પરિવારને મળવા આવેલા ઘરફોડ ચોરીના મુખ્ય આરોપીને ખટોદરા પોલીસે દબોચી સુરત પાછો લઈ આવી હતી. જ્યાં ગેંગમાં સામેલ અન્ય ચાર જેટલા આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. પોલીસે માત્ર એક મોબાઈલ નંબર ટ્રેસ કરી આરોપીઓના પરિવારના લોકો સુધી પહોંચી હતી. જ્યાંથી આરોપીનું પગેરું પોલીસના હાથે લાગ્યું હતું.
સુરતના ખટોદરા પોલીસ મથકની હદમાં આવેલા ભટાર સ્થિત ઠાકોર પાર્ક સોસાયટીના મકાનમાં તારીખ 28મી જુલાઈના રોજ ઘરફોડ ચોરીની ઘટના બની હતી. જગદીશ સુખાભાઈ આહિરના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી બંધ મકાનના બેડરૂમમાં રહેલા કબાટમાંથી સોનાના અલગ અલગ ઘરેણાં, કાંડા ઘડિયાળ, મોબાઈલ તેમજ 5.54 લાખની રોકડ રકમ સહિત 11.36 લાખની મત્તા પર હાથફેરો કરી તસ્કરો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ઘટનાના પગલે ખટોદરા પોલીસે મકાન માલિક જગદીશ સુખાભાઈ આહિરની ફરિયાદના મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવા ખટોદરા પોલીસની જુદી-જુદી ટીમો કામે લાગી હતી. તે દરમિયાન પોલીસે ઘટના સ્થળથી લઈ અલગ-અલગ વિસ્તારોમાં CCTV ફૂટેજની પણ તપાસ કરી હતી. ઘટના બની તે સમયના એક્ટિવ મોબાઈલ નંબરો પણ ટ્રેસ કરવામાં આવ્યા હતા. ત્યારપછી એક મોબાઈલ નંબરનું લોકેશન મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં આવેલ બાબા કા ખેજરા તાલુકાના કનેરી ગામનું મળી આવ્યું હતું. જેના આધારે ખટોદરા પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ ખાતે ગઈ હતી. મધ્યપ્રદેશનું કનેરી ગામ ઘણા આરોપીઓના નામથી જાણીતું હોવાથી પોલીસે ખૂબ જ શિફ્ટપૂર્વક અહીં વર્કઆઉટ કરવામાં આવ્યું હતું.
મોબાઈલ નંબરના આધારે પોલીસ આરોપીઓના પરિવારના લોકો સુધી પહોંચી હતી, ત્યાંથી હેમખેમ આરોપીઓની માહિતી કઢાવવામાં પોલીસને તે સમયે સફળતા મળી હતી. જો કે સતત આરોપીઓના વોચમાં રહેવા છતાં પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નહોતી. તેથી ખટોદરા પોલીસની ટીમે પાછા ફરવાની ફરજ પડી હતી. જ્યાં આ વખતે ખટોદરા પોલીસને ચોક્કસ માહિતી મળી છે કે, ભટારમાં થયેલ લાખોની ઘરફોડ ચોરીની ઘટનામાં મધ્યપ્રદેશની કુખ્યાત”પારઘી”ગેંગનો હાથ છે અને આ ગેંગના મુખ્ય આરોપી સહિતના યુવકો દિલ્હી સ્થિત ખજૂરી ચાર રસ્તા નજીક લાગેલ મેળાની બહાર પોતાના પરિવારના લોકોને મળવા આવવાનો છે.
તે માહિતીના આધારે ખટોદરા પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી દિલ્હી માટે રવાના થઈ હતી.અહીં મુખ્ય આરોપી સહિત તેના મદદગારો પણ પોલીસ ઉપર પણ હુમલો કરવામાં કુખ્યાત હોવાના કારણે ખટોદરા પોલીસની ટીમે પણ ખૂબ જ સવાધાનીપૂર્વક ઓપરેશન હાથ ધર્યું હતું. તે જગ્યા પર પોલીસે ફુગ્ગાનું વેચાણ કરતા ફેરિયાનો વેશ ધારણ કરી આરોપીઓની પર સતત વોચ રાખી રહ્યા હતા.
દિલ્હી સ્થિત ખજૂરી ચાર રસ્તા નજીક લાગેલ મેળાની બહાર જ ફૂટપાથ પર રહી પોલીસના માણસોએ ફુગ્ગા વેચી આરોપીઓને પકડી પાડવા માટે ઘણી મહેનત કરી હતી. તે માટે પોલીસના માણસોએ 700 રૂપિયાના ફુગ્ગાની ખરીદી કરી હતી અને ફેરિયાનો વેશ ધારણ કરી ફુગ્ગાનું વેચાણ કરી રહ્યા હતા. તે વચ્ચે પોતાના પરિવારના લોકોને મળવા આવેલા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ “પારઘી” ગેંગના મુખ્ય આરોપી અભય ઉર્ફે અક્ષય મોહન સોલંકીને પકડીને સુરત લઈ આવ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube