હાલ સુરતમાં કોરોના સંક્રમણે માઝા મૂકી છે ત્યારે ગંભીર કોરોનાગ્રસ્તોની સારવાર માટે ઉપયોગી એવા રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે અછત વર્તાઈ રહી છે. દર્દીઓ માટે જીવન રક્ષક ગણાતા રેમડેસિવિર ઈન્જેક્શનની અછતનો લાભ લઈને સુરતમાં કાળાબજારી થતી હોવાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા છ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે, આ છ આરોપીઓ પાસેથી 12 જેટલા રેમડેસિવિર ઈન્જેક્શન મળી આવ્યાં છે. 70 હજાર રૂપિયામાં ઈન્જેક્શન વેચવા નીકળેલા આરોપીઓને ઝડપી લઈને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરત પોલીસને બાતમી મળી હતી કે, પરવત પાટીયા ખાતે આવેલ વિજય મેડીકલ પાસે કેટલાક લોકો આર્થિક નફો મેળવવા માટે પાસ પરમીટ ન હોવા છતાં કોરોનાનાથી પીડિત દર્દીના સગાઓને રેમડેસિવિર ઈન્જેક્શનની જરૂરિયાત હોય તો કાળા બજારમાં વેચી રહ્યા છે. જે બાતમીના આધારે રેઇડનુ આયોજન કરી ડમી ગ્રાહક તૈયાર કરી પોતાના સગાને રેમડેસિવિર ઈન્જેક્શનની જરૂરિયાત હોવાની માંગણી કરી ઇન્જેક્શન લેવા માટે મોકલવામાં આવ્યા હતા.
સુરત પોલીસે આ કેસમાં A-368 સીતારામ સોસાયટી અર્ચના સ્કુલ પાસે પુણાગામ રહેતા કલ્પેશ રણછોડભાઈ મકવાણાએ રૂપિયા 12 હજારમાં એક ઇન્જેક્શન વેચાણથી અપાવશે તેમ જણાવતા ગ્રાહકે 6 ઇન્જેક્શનોની માંગણી કરતા રૂપિયા 70 હજારમાં મળી જશે તેમ જણાવી આરોપી પ્રદીપ ચોરભાઈ કાતરીયાને ગોડાદરા ફ્યુઝન પેથોલોજી લેબ પાસે લઇ જવામાં આવ્યા હતાં અને લેબમાંથી પોતાની સાથે રેમડેસિવિર ઈન્જેક્શન લઇ નાણાની માંગણી કરતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા. લેબોરેટરીમાં ચકાચણી કરતા આરોપી શૈલેષભાઈ જશાભાઈ હડીયાએ નીતીનભાઈ જશાભાઈ હડીયા પાસેથી વધુ 6 ઈન્જેક્શન તથા વેચાણના રૂપિયા 2,45,000 મળી આવ્યા હતા.
ઇન્જેકશન ક્યાંથી લાવ્યા એ બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં યોગેશભાઈ બચુભાઈ વાડ પાસેથી એક ઇન્જેક્શન 34 હજાર લેખે ખરીદી કર્યા હોવાનું બહાર આવ્યું છે. આરોપી યોગેશભાઈ નિત્યા મેડીકલ સ્ટોરવાળા પાસેથી ખરીદ્યું હોવાનું જણાવ્યું હતું. વિવેક હીંમતભાઇ ધામેલીયા ધી મેડીકલ સ્ટોર્સ ર&બી-103, સૌરાષ્ટ્ર પેલેગ, ઉતરાણ મોટા વરાછા, સુરત પાસેથી 10 ઇજેકશન તથા બાકીના 103 -જેક્ષનના રૂપિયા 2700ના ભાવથી ખરીદી આપેલ હોવાની ફ્યુઝન પેથોલોજી લેબ ખાતે વેચાણ કરેલ હોવાની હકીકત બહાર આવી છે.
પ્રાથમિક તપાસ દરમિયાન પૂછપરછમાં આરોપી વિવેક શ્રમતભાઇ ધામેલીયા નિત્યા મેડીકલ સ્ટોરના 3670ના ભાવથી સિવિલ હોસ્પીટલમાંથી લાવ્યો હતો. તેણે નિત્યા હોસ્પિટલમાં દાખલ થયેલ કોવિડ પોઝિટિવ દર્દીઓના આધારકાર્ડની નકલનો ઉપયોગ કરી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે પોતાની હોસ્પિટલ વતી એક માણસને સિવિલ હોસ્પિટલ ખાતેથી રોજે રોજ મંગાવી તેમાંથી વધેલા તથા ડિસ્ચાર્જ થયેલા દર્દીઓના રેમડેસિવિર ઇન્જેકશન કાળા બજાર કરી યોગેશ ક્વાડને વેચતો હોવાનું સામે આવ્યું છે. ફ્યુઝન લેબોરેટરીને રૂપિયા 4000મા વેચતો અને ફ્યુઝન લેબોરેટરી વાળા તેના માણસો રાખી ગ્રાહકોને રૂપિયા 12000 મા વેચતા હોવાનું રેકેટ ઝડપાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.