સફેદ આફ્રિકન સાપ સાથે સુરત પોલીસે એક વિદ્યાર્થીને ઝડપી પડ્યો- લાખોમાં છે સાપની કિંમત

સુરત(Surat): હાલ એક ખુબ જ ચોકાવનારી ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, સુરત જિલ્લા એસ.ઓ.જી પોલીસે(Surat District SOG Police) સુપર મોજાઉ બોલ આફ્રિકન પાઇથન સાપ(Super Mojau Ball African Python Snake) તેમજ બે સફેદ ઉંદર સાથે કુલ ૧.૨૫ લાખના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને વલથાણ નહેર(Valthan canal) પાસેથી ઝડપી પાડ્યો હતો.

મળેલી માહિતી અનુસાર એસ.ઓ.જી પોલીસે સુરત જિલ્લાના ને.હા નંબર ૪૮ વલથાણ નહેર પાસેથી એક વ્યક્તિને આફ્રિકન સુપર મોજાઉ બોલ પાઇથન પ્રજાતિના સાંપ તેમજ બે સફેદ ઉંદર સાથે ગેરકદેસાર રીતે પોતાની પાસે રાખવા બદલ ઝડપી પાડ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ અંગે જિલ્લા ગ્રામ્ય એસ.ઓ.જી પી.આઇ ગીલાતરને બાતમી મળી હતું કે, એક વ્યક્તિ ગેર કાયદેસર ત્રણ પ્રાણી સાથે ઇન્સ્ટાગ્રામ આઇ.ડી પર એક્ઝોટીક એનીમલના વેચાણ અંગેની જાહેરાત કરી અલગ અલગ પ્રકારના પ્રાણીઓના ફોટા મુકતો હતો. ત્યારે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી આ વ્યક્તિની ધરપકડ કરી છે.

ધરપકડ બાદ પોલીસ દ્વારા આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં આ વ્યક્તિનું નામ માર્ગેશ ઉર્ફે માર્ટિન નરેન્દ્રભાઈ સરેયા(22) હોવાનું જાણવા મળ્યું છે. હાલ તે અભ્યાસ કરી રહ્યો છે. તેમજ તે ચલથાણમાં સંજીવની હોસ્પિટલ પાછળ સંજીવની હાઉસીંગ સોસાયટીમાં રહે છે. આ વ્યક્તિ પાસેથી એસ.ઓ.જી પોલીસે આફ્રિકન મોજાંઉ બોલ પાયથન સફેદ સાપ, કિંમત રૂપિયા ૧.૨૦ લાખ તેમજ અન્ય મળી કુલ ૧.૨૫ લાખના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *