સુરતમાં ગઈકાલે નાની વેડ માં ડ્રેનેજ લાઈનમાં કોઈપણ સુરક્ષા સાધનો વગર ગટર સાફ કરવા ઉતરેલા બે મજૂરોના મોત મામલે આજે ચોકબજાર પોલીસે કોન્ટ્રાકટર પર ગુનો દાખલ કર્યો છે, જ્યારે આ ગટર સાફ કરવા માટે જે વ્યક્તિએ મજૂરોને બોલાવવા કહ્યું હતું તે ફાર્મ હાઉસના કથિત માલિક સતીશ પટેલ કે જેઓ ભાજપના કિસાન મોરચાના પ્રમુખ છે અને પૂર્વે કોર્પોરેટર રહી ચૂક્યા છે, તેમને પોલીસ છાવરી રહી હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
સુરતની ચોક બજાર પોલીસે ખાનગી વ્યક્તિ સામે ગુનો નોંધીને ખાનગી વ્યક્તિને એસ.એમ.સી.ની ગટરમાં ઉતરવા માટે બોલાવનાર ભાજપના નેતાને પૂછપરછ માટે પણ ન બોલાવીને અને સવાલો ખડા કર્યા છે.
કોન્ટ્રાક્ટર બાબુભાઇ ઓધવજીભાઈ ડોબરિયા નામના વ્યક્તિ સામે નોંધાઈ ફરિયાદ.
પોલીસે ઇ.પી.કો.કલમ 304, એટ્રોસીટી એકટ થતા પ્રોહીબિશન એમ્પ્લોઈમેન્ટ એસ મેન્યુઅલ સ્કેનજર ધેર રિહેબીલાઇટેજન કલમ મુજબ ની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત મહાનગરપાલિકા ની કે કોઈ ની મંજુરી વગર ગટરમાં મજૂરોને ઉતારવામાં આવ્યા હતા. મેઇન રોડ પર આવેલ કેશવ ફાર્મ ની ગટર સાફ કરવા માટે મજૂરોને માલિકો દ્વારા બોલાવવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.