સુરત(Surat): જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સુરતનું નામ મોખરે હોય તેવું જણાઈ રહ્યુ છે. હત્યા, દુષ્કર્મ સહિતની ઘટનાઓ બાદ હવે દેહવ્યાપારના ધંધા ચાલી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી. વેસુ(Vesu) વિસ્તારમાં લકી ફેમિલી સ્પા(Lucky Family Spa)માં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચના આ દરોડા દરમિયાન સ્પાની આડમાં કુટણખાનાનો ધંધો ચાલી રહ્યો હોવાનું સામે આવતા ચકચાર જાગી હતી. જેને કારને પોલીસ દ્વારા 9 મહિલાઓ સહિત કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
દરોડા દરમિયાન બે ગ્રાહકો પણ પોલીસ હાથે ઝડપાયા:
મળતી માહિતી અનુસાર, પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા લકી ફેમિલી સ્પામાં 2 મહિલા સંચાલકો સ્પા ચલાવતાં હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવતા બે ગ્રાહકો પણ ઝડપાયા હતા. જે ને લઇને કુલ રૂપિયા 44 હજારનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વેસુ પોલીસ મથકની હદ વિસ્તારમાંથી મિસિંગ સેલની ટીમ દ્વારા આ દેહ વ્યાપારનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા તમામની ધરપકડ કર્યા બાદ તમામ મુદ્દામાલ કબ્જે કર્યા બાદ પકડાયેલ આરોપીઓ તેમજ ઝડપી પાડેલ 9 મહિલાઓને વધુ પૂછપરછ માટે વેસુ પોલીસ મથકને સોંપવામાં આવી છે. તેમની સામે આગળની તપાસ કરવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અગાઉ પોલીસ દ્વારા પણ કરવામાં આવી હતી કાર્યવાહી:
જો વાત કરવામાં આવે તો અગાઉ પોલીસ દ્વારા છેલ્લા 3 દિવસ કૂટણખાના વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉમરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર પછી સુરત પોલીસ દ્વારા ભટાર અને વરાછા વિસ્તારમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્પાની આડમાં હેઠળ ચાલતા વધુ 4 કૂટણખાના ઝડપી પાડવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.