ગુજરાતમાં વરસાદ પડવાનું શરૂ થયું છે ત્યારે વીજકરંટ લાગવાના કિસ્સાઓ પણ સામે આવતી હોય છે. સુરતમાં આજે શુક્રવારે વીજપોલને અડતા વીજ કરંટ લાગવાથી યુવતી મોતને ભેટી હતી. ત્યારબાદ સ્થાનિકો દ્વારા હોબાળો મચાવતા જીઈબીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવીને કામગીરી હાથધરી છે. યુવતીને કરંટ લાગવાની ઘટના નજીક લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
મળતી માહિતી પ્રમાણે સુરતના પુણાના નર્વેદન સાગર સોસાયટી પાસે 20 વર્ષીય યુવતી પસાર થાય છે. યુવતીએ રસ્તા પાસે આવેલા વીજ થાંભલાને પકડી પાડતા તેને કરંટ લાગ્યો હતો. જેના પગલે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પાસે થી પસાર થતી અન્ય યુવતીએ બુમો પાડતા સ્થાનિક લોકો એકઠાં થયા હતા.
જીઈબીની બેદરકારીના કારણે યુવતીએ જીવ ગુમાવાની ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. અને જેના પગલે જીઇબીની ટીમ ઘટના સ્થળે દોડી આવીને કામગીરી હાથધરી હતી. ઉલ્લેખનીય છે કે, કરંટ લાગવાથી આ પહેલા ચાર લોકો મોતને ભેટ્યાં હતા.
યુવતીના મોતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. વીડિયોમાં દેખાય છે કે, વીજ થાંભલા પાસેથી અનેક લોકો પસાર થાય છે પરંતુ કમભાગી યુવતી તેની પાસેથી પસાર થાય છે અને વીજ થાંભલાને પકડી પાડે છે. અને ભારે કરંટના પગલે ત્યાં ત તેના રામ રમી જાય છે. આ ઘટનાના પગલે કોર્પોરેટર અને જીઇબીના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
જોવાનું એ છે કે હજી તક્ષશિલા વાળી ઘટના બની એને 2 મહિના પણ નથી થયાં અને આ બનાવ બની ગયો. તક્ષશિલાની ઘટનામાં પણ ગુજરાત બોર્ડ જવાબદાર હતું અને આ ઘટનામાં પણ તે જ જવાબદાર છે. આ પગલે મૃતકના પરિવારજને વિદ્યુત બોર્ડ ના કર્મચારી અને પોલીસ તપાસમાં જેમના નામ આવે તેઓની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.