કોંગ્રેસના મનહર પટેલ નું ફોર્મ રદ કરાવવા કેન્દ્રીય ચૂંટણી પંચ સુધી પહોંચ્યું ભાજપ, પણ ફાવ્યા નહીં

ભાવનગરમાં ગઈકાલે કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલે પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કર્યું હતું. આજે ચૂંટણી અધિકારી દ્વારા આ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી ત્યારે મનહરભાઈ…

ભાવનગરમાં ગઈકાલે કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલે પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કર્યું હતું. આજે ચૂંટણી અધિકારી દ્વારા આ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી ત્યારે મનહરભાઈ પટેલ ના ફોર્મ માં ભૂલ છે તેવી કથિત રજૂઆતો ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળ સહિતના ભાજપે રોકેલા વકીલ ગણ દ્વારા રજૂઆતો કરાઇ હતી, પરંતુ ઘીના ઠામમાં ઘી પડ્યું હોય તેમ મનહર પટેલ નું ફોર્મ મંજુર કરવામાં આવ્યું હતું અને આ ફોર્મ વગર વાંધા એ મંજૂર કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાજપે મનહર પટેલના ફોર્મમાં પાંચ વાંધાઓ રજૂ કર્યા હતા. પરંતુ આ તમામ વાંધાઓ ચૂંટણી અધિકારીએ માન્ય રાખીને મનહરભાઈ પટેલ નું ફોર્મ માન્ય રાખ્યું હતું. ભાજપ તરફથી રોકાયેલા એડવોકેટ ઉત્પલ દવે દ્વારા ભારતના ચૂંટણી કમિશનર સુધી રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ આ રજૂઆતો બેકાર નીવડી હતી ચૂંટણી અધિકારી હર્ષદ પટેલ દ્વારા મનહર પટેલ ના ફોર્મ અને માન્ય રાખીને ભાજપની તમામ કોશિશો ને નાકામ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં કુલ સત્તર ઉમેદવારીપત્રક ભરાયા હતા. જેમાંથી ત્રણ ઉમેદવારીપત્ર રદ કરવામાં આવ્યા છે. જ્યારે ૧૪ ઉમેદવારો ના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે.

ભાવનગર ભાજપના ચાલુ સાંસદ અને હાલના ઉમેદવાર ભારતીબેન શિયાળ પોતે ચૂંટણી અધિકારીની ઓફિસમાં પહોંચીને રજૂઆતો કરવા લાગ્યા હતા. જેમાં તેમને સફળતા મળી નહોતી. કોંગ્રેસ તરફ ના વકીલ હિતેશ વ્યાસ દ્વારા ધારદાર રજૂઆત કરીને ભાજપે ઉઠાવેલા તમામ વાંધાઓ ને રદ કરાવ્યા હતા.

ઉમેદવારી પત્ર ભરતી વખતે મનહર પટેલ ની સાથે ભાવનગર અમરેલી પંથકના દિગ્ગજ નેતા કનુભાઇ કળસરિયા હાજર રહ્યા હતા. સાથે સાથે ભાવનગર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ- ઉપપ્રમુખ શ્રી ઓ તેમજ બોટાદ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના સંગઠનના સભ્યો હાજર રહ્યા હતા. આ સાથે ભાવનગર લોકસભા હેઠળ આવતી બે વિધાનસભા ના ધારાસભ્યો એ પણ હાજરી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર લોકસભા માં સૌપ્રથમવાર કોંગ્રેસ દ્વારા પાટીદાર નેતાને ઉમેદવાર તરીકે મનહર પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાવનગરમાં કોળી સમાજ ની સંખ્યા સૌથી વધુ છે, જ્યારે બીજા નંબરે પાટીદાર સમાજ ના મતદારો આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *