અમરોલી વિસ્તારમાં રહેતા શની પ્રકાશભાઈ પ્રજાપતિ નામના 26 વર્ષીય યુવાન બીજી જાન્યુઆરીના રોજ રાતે સવા નવ આસપાસ અમરોલીના જુના કોસાડ રોડ પર જતા હતા ત્યારે મોટર સાયકલ લઈને આવેલા બે શખ્સ પોતે પોલીસ છે તેવો રૂઆબ દેખાડી શની કે જેઓ નેવી મેન છે તેમને જણાવેલ કે તમે માસ્ક નથી પહેરેલ દંડ થશે.
આ સમગ્ર ઘટનાક્રમ જોઇને શની ને શંકા જતા તેણે સામે સવાલ કર્યા અને આઈકાર્ડ માંગ્યું તો મોટરસાઈકલ લઈને આવેલ શખ્શોએ નેવીમેનને ગાળો આપી લાફો મારીને નાસી ગયેલ જેને લઈને આ ઘટના પોતાના પરિવારને કહેતા તેણે અમરોલી પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ આપતા અમરોલી પોલીસે ગણતરીની કલાકોમાં આ કામના આરોપી રઘુવીર ગોંડલીયાને ઝડપી પાડ્યો હતો અને તેના સાથીદારને પણ પકડવા માટે તપાસ હાથ ધરી છે.
અમરોલી પોલીસે આઈપીસીની કલમ-૧૭૦,૩૨૩,૨૯૪(ખ),૧૧૪ મુજબ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ ૨ જાન્યુઆરીના રોજ મોટરસાય્ક્લ નંબર GJ-05-PG 1011 લઈને આવેલા બંન્ને અજાણ્યા ઈસમોએ આ અગાઉ પણ કેટલા લોકો સાથે આવી રીતે દંડ લીધો છે તેની તપાસ પણ પોલીસ કરી રહી છે. આ અરોપીઓ હાથ લાગતા હવે આવનારા સમયમાં આ ટોળકીના શિકાર કેટલા લોકો બન્યા છે તે સામે આવી શકશે. વધુ તપાસ પો.સ.ઈ એમ.એસ.વરીયા (અમરોલી ચોકી) કરી રહ્યા છે.
આ બાબતે DCP પન્ના મોમાયાએ કરી ખાસ વાતચીત જુઓ વિડીયો:
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle