કાર ચાલકને હેલ્મેટ ન પહેરવા પર સુરત પોલીસે વસુલ્યા 500 રૂપિયા

સુરત શહેરના ગ્રામ્ય વિસ્તારના પોલીસની બેદરકારીનો નમૂનો સામે આવ્યો છે. સમગ્ર ઘટના એ પ્રકારે છે કે, એક કાર ચાલકે કારમાં હેલ્મેટ નહોતું પહેર્યું એ કારણોસર તે વ્યક્તિને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઘટના લોકો સામે આવતા ચર્ચાનો વિષય બની છે.

સુરત શહેરના ગ્રામ્ય વિસ્તારના પોલીસની એક ઘટના સામે આવી છે. આ બનાવમાં કાર ચાલકએ હેલ્મેટ પહેરયું ન હતું જેથી પોલીસે તે કાર ચાલકને હેલ્મેટ ન પહેરવાનો દંડ ફટકાર્યો હતો. કાર ચાલક એ કારમાં હેલ્મેટ ન પહેર્યું હોવાથી પોલીસ દ્વારા 500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. જાણવાની વાત એ છે કે, દંડ લઇ લીધા પછી પોલીસે તેને પાવતી પણ આપી છે.

તમે લોકોએ ટુવ્હીલર ચલાવનારને હેલ્મેટ ન પહેરવા પર દંડ થયો હોય તે સાંભળ્યુ હશે પરંતુ આ બનાવમાં તો કાર લાવનારે હેલ્મેટ ન પહેરવાથી તેને દંડ થયો છે. સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કાર ચાલક પાસેથી હેલ્મેટનો દંડ વસુલવામાં આવ્યો છે. ઇકો કાર ચાલકને ઉમરપાડા પોલીસે કારમાં હેલ્મેટ ન પહેરવા પર દંડ કર્યો હતો.

સુરત શહેરના ગ્રામ્ય વિસ્તારના ઉચવણ ગામના અતુલ ભાઈ પરદેશી નામનો વ્યક્તિ ઇકો કાર ચલાવે છે. આ અતુલભાઈ પાસેથી સુરત શહેરના ગ્રામ્ય પોલીસે દંડ વસુલ્યો. આ હાસ્યપ્રદ ઘટના સુરત શહેરના ઉમરપાડા વિસ્તારમાં બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *