હવે સુરતના લોકો આ સ્થળો પર મફતમાં કોરોના ટેસ્ટ કરાવી શકશે. સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રેસનોટમાં લખવામાં આવ્યું છે કે શહેરીજનોને જણાવવામાં આવે છે કે કોરોના શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિના રેપિડ ટેસ્ટ સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી અને બપોરે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધીના સમય દરમ્યાન નીચે જણાવેલા હેલ્થ સેન્ટરો પર વિનામૂલ્યે કરવામાં આવે છે.
માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકારની ટીમ ની સુરતની મુલાકાત માં થયેલી ટકોર બાદ સુરતના તંત્ર એ આવી સ્પષ્ટ જાહેરાત કરી છે, જે અનુસાર કોરોના ના શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોને હવે ટેસ્ટ કરવામાં આવશે. હવે કોરોનાનો પીછો કરીને સુરતનું તંત્ર તેને હરાવવા માટે મથી રહ્યું છે. ઇટાલી માં પણ આ રીતે જ કોરોનાને કાબુમાં લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આવનારા દિવસોમાં માસ ટેસ્ટિંગને કારને સુરતમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી શકે છે. પરંતુ આવું કરવાથી જલ્દીથી કોરોનાનો વ્યાપ થતો પણ અટકી જશે.
સેન્ટ્રલ ઝોન: ડી કે એમ અર્બન હેલ્થ સેન્ટર, કોટ સફિલ રોડ, મહારાણા પ્રતાપ સર્કલ, સુરત.
રાંદેર ઝોન: પાલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, સોમ ચિંતામણી આવાસ, સિદ્ધિ સંગીની સર્કલ પાસે, પાલ, સુરત.
કતારગામ ઝોન: કતારગામ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, કતારગામ ચાર રસ્તા, બાળ આશ્રમ, કતારગામ, સુરત
વરાછા એ: મગોબ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, એસએમસી હેલ્થ સેન્ટર, ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝ સોસાયટી પાસે, આઇ માતા રોડ સુરત.
વરાછા બી: મોબાઈલ બસ ટેસ્ટિંગ સેન્ટર, નાના વરાછા અર્બન હેલ્થ સેન્ટર, સરથાણા પ્રાણીસંગ્રહાલય પાસે, નાના વરાછા, સુરત
અઠવા ઝોન: પનાસ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, રાજલક્ષ્મી બંગલા ની પાસે, પનાસ ગામ, પનાસ.
ઉધના ઝોન: બમરોલી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, કૈલાશ નગર ચાર રસ્તા, બમરોલી
લિંબાયત ઝોન: મોબાઈલ બસ ટેસ્ટિંગ સેન્ટર, ડીંડોલી અર્બન હેલ્થ સેન્ટર, ન્યુ ડીંડોલી, મહાદેવ નગર, રેલવે ક્રોસિંગ પાસે, ડીંડોલી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news