હાલમાં શહેરમાં લૂંટ, મારા મારી જેવી બાબત જાણે સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ગુનેગારોને કાયદાની કે પોલીસની બીક જ ન રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે અમરોલી વિસ્તારમાં રહેતા એક યુવાનને ચપ્પાના ઘા ઝીંકી, ઢોર માર મારી ચાર લૂટારૂઓએ લૂંટી લીધાની ઘટના સામે આવતા પોલીસમાં દોડધામ મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, અમરોલી વિસ્તારમાં રહેતા પર યુવાન ગઈકાલે ભર બપોરે ઉત્રાણ વી.આઇ.પી.સર્કલની બાજુમા તથા ઉત્રાણ કાપોદ્રા બ્રીજ પાસે આવેલ ત્રણ રસ્તા પાસેથી પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન ત્રણ બાઇક પર ચાર ઇસમો આવ્યા હતા અને ચારેય ઇસમોએ તેને માર માર્યો હતો. આ ઉપરાંત એક ઇસમે યુવાનને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા અને બાદમાં તેના ખિસ્સામાંથી મોબાઇલ તથા બાઇક મળી કુલ 61,000 મત્તાની લૂંટ કરી ભાગી ગયા હતા. જેથી આખરે ભોગ બનનાર યુવકે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે. પોલીસની નિષ્ફળને પગલે હવે આવા ઈસમો ધોળેદિવસે પણ ચપ્પુ વડે હુમલો કરી લૂંટની ઘટનાને અંજામ આપતા જોવા મળે છે. ત્યારે સુરત અમરોલી ન્યુ ક્રોસ રોડ પર રઘુવીર સોસાયટીમાં રહેતો 22 વર્ષનો બ્રિજેશ ભીંસરા વેપાર ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે બપોરના સમયે બે થી અઢી વાગ્યા આસપાસ પોતાની ઍક્ટિવા લઇ કામ માટે નીકળ્યો હતો. બ્રિજેશ ભીંસરા ઉત્રાણ વી.આઇ.પી.સર્કલની બાજુમા તથા ઉત્રાણ કાપોદ્રા બ્રીજ પાસે આવેલ ત્રણ રસ્તા ઉપર આસ્થા શોપીંગની બહારથી પસાર થઇ રહ્યો હતો.
આ સમયે ત્રણ એક્સેસ મોપેડ પર આશરે વીસથી પચ્ચીસ વર્ષના ચાર અજાણ્યા વ્યક્તિઓ આવ્યા હતા અને તેઓએ બ્રીજેશને ઘેરી લઇ બાઇક ઉભી રાખવી હતી. બ્રિજેશ કઇ સમજે તે પહેલા જ ચારેય ઇસમોએ તેમને ઢીક મુક્કીનો માર મારી ચાકુ વડે ડાબા હાથની આંગળીના ભાગે તથા જાંધ પર ઘા મારી ઇજા પહોંચાડી હતી. ચારેય ઇસમો બ્રિજેશનાં ખિસ્સામાંથી મોબાઇલ તથા બાઇક મળી કુલ 61,000 મત્તાની લૂંટ કરી ભાગી ગયા હતા. ઘટનાને પગલે બ્રિજેશે અમરોલી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ચારેય આરોપીઓ વિરુધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle