હાલમાં સુરત પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. પોલીસ પર આક્ષેપ છે કે, યુવક બજારમાં ખરીદી કરવા ગયો હતો ત્યારે તેની બાઈક ઊંચકી લીધી હતી. આ અંગે પોલીસને પૂછતા પોલીસે તેને ત્યાં જ માર માર્યો હતો. ત્યારબાદ પોલીસ યુવકને ઊંચકીને પોલીસ મથકે લઈ ગઈ હતી. યુવકને રાતભર લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. બીજા દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ યુવકને છોડી દેવામાં આવ્યો હતો. પોલીસે યુવકને આખો દિવસ જમવાનું પણ ન આપ્યાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ યુવકને ચક્કર આવતા તેને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ પર ગંભીર આક્ષેપથી હોબાળો મચી ગયો છે.
આ કેસની વિગત જોઈએ તો મંગળવારે ખરીદી કરવા આવેલા યુવકની બાઈક ઊંચકવા મુદ્દે ઊભા થયેલા વિવાદમાં પોલીસ દ્વારા યુવાનને ઢોર માર મારવામાં આવ્યો હતો. પોલીસ યુવાનને માર મારતાં પોલીસ મથકે લઈ ગઈ હતી. પોલીસની આ દબંગાઇને પગલે સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. મારને પગલે યુવકના શરીરે ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસના મારને પગલે રાજેશ વિક્રમ બોરડેને બુધવારે સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. રાજેશના પરિવારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેને પોલીસ મથકમાં ફરજ બજાવતા આઝાદ સૂર્યભાણ સિંગ નામના પોલીસકર્મી દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો છે. રાજેશના માથા, બંને પગે અને પીઠના ભાગે ગંભીર ઇજાઓ જોઈને ડોક્ટરો દ્વારા તેને ઇન્ડોર પેશન્ટ તરીકે હૉસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી.
સિવિલમાં દાખલ રાજેશના પરિવાજનોએ કહ્યું હતું કે, તે મિલેનિયમ પાર્ક પાસે ભરાતા બજારમાં ખરીદી કરવા ગયો હતો. બજાર પહોંચી રાજેશે રસની લારી નજીક બાઈક મૂકી હતી. આ દરમિયાન, પોલીસે બાઈક ઉચકી તેથી રાજેશ પોલીસ પાસે પહોંચ્યો હતો. પોતે નજીકમાં જ ઉભો હોવાનું કહી દાદાગીરી કરી હતી. આ સાંભળી ઉશ્કેરાયેલા પોલીસે તેને માર મારવાનું શરૂ કર્યું હતું. પોલીસકર્મી રીતસરનો રાજેશ ઉપર તૂટી પડ્યો હતો. બજારમાંથી માર મારતા રીક્ષામાં બેસાડી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. આખી રાત તેને લોકઅપમાં રાખી મૂકી અટકાયતી પગલા લઈ બીજા દિવસે કોર્ટમાંથી છોડાવવામાં આવ્યો હતો.
આ મામલે પીઆઈ એમ.એલ.સાળુંકેએ જણાવ્યું હતું કે, રાજેશ દ્વારા સિવિલમાં દાખલ થઈ ખોટી ફરિયાદ કરવામાં આવી છે. કોરોનાને લઈ અહીં ભરાતું બજાર બંધ કરાવવામાં આવ્યું હતું. જેમાં રાજેશની કલમ 151 હેઠળ અટકાયત કરવામાં આવી હતી. તેને કોર્ટમાં રજૂ કરાયો તે સમયે પોલીસ વિરુદ્ધ કોઈ ફરિયાદ નહોતી. ત્યારબાદ સિવિલમાં જઈ પોલીસ વિરુદ્ધ ખોટા આક્ષેપ કરી રહ્યો છે. આ ઘટના સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં બની હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle