સુરતના વેપારીની કોરોના સામે અનોખી લડત: સાડીઓ સાથે આયુષ મંત્રાલયની દવા અને માસ્ક ફ્રી આપ્યા

સુરતીઓ હંમેશા અવનવુ કરવા માટે જાણીતા રહ્યા  છે, ત્યારે સુરતના વેપારીએ એક અનોખી પહેલ કરી છે. સુરતના એક વેપારીએ ઓર્ડરથી મંગાવવામાં આવેલ સાડીના સ્લોટ સાથે આયુષ મંત્રાલય દ્વારા નિર્ધારિત દવાની કીટ અને માસ્ક નિઃશુલ્કપણે રાજ્ય બહાર મોકલી છે. આમ, તેઓ વેપારની સાથે ગ્રાહકોના સ્વાસ્થયનું પણ ધ્યાન રાખે છે.

સુરત રાહત કર્યો માટે પહેલેથી જાણીતું રહ્યું છે. લોકડાઉન બાદ શરૂ થયેલા ટેક્સટાઈલ માર્કેટને લઈ વેપારીઓને રાજ્ય બહારથી ઓર્ડર મળવાના શરૂ થઈ ગયા છે અને ધીમે ધીમે વેપારઓની ગાડી પાટા પર પછી ફરી રહી છે. ત્યારે રઘુકુલ માર્કેટના એક વેપારીએ અનોખું જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. તેમણે બહાર ઓર્ડરથી મંગાવવામાં આવેલ સાડીના સ્લોટ સાથે સરકારના આયુષ મંત્રાલય દ્વારા નિર્ધારિત હોમિયોપેથીક દવાની કીટ અને માસ્ક પણ નિઃશુલ્ક મોકલ્યા છે. જેથી આ અંગે જાગૃતતા ફેલાવી શકાય.

આ વેપારી એ સાડીઓના સ્લોટ સાથે આયુષ મંત્રાલયના નિર્દેશ અનુસાર ઉકાળા સહિત ફેસમાસ્ક તેમજ બે લેયર માસ્કનું પેકિંગ કરવામાં આવ્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિત મહારાષ્ટ્રમાં જતી સાડીઓ સાથે આ કીટ મોકલવામાં આવી છે અને હમણાં સુધી 40 હજાર જેટલી સાડીઓ રાજ્ય બહાર મોકલવામાં આવી છે.તે તમામની સાથે આ સમાન મોકલવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, તેમની આ મુહિમથી વેપારીને બે લાખ સુધીનો ઓર્ડર મળ્યો છે. વેપારી ગોવિંદ ગુપ્તાએ કહ્યું કે, બે મહિના દરમિયાન કરેલી સેવા દરમિયાન સેવાને વેપાર સાથે જોડવાનો વિચાર આવ્યો હતો. આ પ્રયાસથી સાડીઓ દ્વારા નીચેના લેવલ સુધી આ કીટ પહોંચવાની શક્યતાઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *