Surat Thar Accident: સુરત શહેરમાં દિવસે ને દિવસે અક્સમાતના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. તેવી જ એક અકસ્માતની ઘટના સુરતના કામરેજ નજીક પાસોદરા પાટિયા પાસે મોડી રાત્રે લક્ઝુરિયસ કાર ચાલકે બાઇક પર સવાર દંપતીને ટક્કર મારી હતી. થાર ગાડીમાં સવાર 5 યુવકોએ બેફામ કાર(Surat Thar Accident) ચલાવી આ અકસ્માત સર્જ્યો હતો. જેમાં દંપતી ગંભીર પ્રમાણમાં ઈજા પોહચી હતી. હાલ દંપતી સુરત પીપી સવાણી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી અનુસાર, કારમાં સવાર 5 પેકી 3 યુવકો અકસ્માત સર્જીને ત્યાંથી ભાગી ગયા હતા અને 2 યુવકોને સ્થાનિકોએ પોલીસે પકડીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. હાલ મયુર મુકેશ સોલંકી અને કેવિન જયંતિ રાદડિયાને સ્થાનિકોએ પોલીસે ધરપકડ કરી છે. મળેલી માહિતી અનુસાર, બંને પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નહિ હોવાનું જાણવા મળી રહ્યું છે. થાર કોઈ મિત્ર પાસે ચલાવવા માટે લઈને આવ્યા હતા. ગાડી કોણ ચલાવી રહ્યું હતું, કોણ કોણ અન્ય મિત્રો કારમાં સવાર હતા તમામ બાબતે કામરેજ પોલીસ હાલ તપાસ કરી રહી છે.
સુરત જિલ્લામાં પણ અમદાવાદમાં બનેલી ઘટના સામે આવી રહી છે. સુરતના કામરેજમાં રફ્તારનો કહેર સામે આવી રહ્યો છે. બેફામ કાર ચાલકે બાઈક ચાલક દંપતીને ઉડાવ્યા હતા. મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના કામરેજ ખાતે ગઈકાલ રાત્રે રફતારનો કહેર સામે આવી રહ્યો છે. કામરેજના પાસોદરા પાટિયા પાસે બાઈક પસાર થઇ રહેલા રમેશભાઈ પુનાભાઈ સોંડાગર અને તેમના પત્ની હંસાબેન સોંડાગરને પાછળ પુર ઝડપે આવી રહેલ થાર ચાલકે ઉડાવી દીધા હતા.
બુધવારે તારીખ 07/02/2024ના લગભગ રાત્રે 11:30 કલાકે અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ઘટનાને લઈ ઘણા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. અને ઈજાગ્રસ્ત દંપતીને તરત જ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમજ થારમાં સવાર ચાર યુવકો પૈકી બેને પકડી પાડવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે યુવકો ત્યાંથી ભાગી ચુક્યા છે.
પોલીસ તપાસમાં પકડાયેલા યુવકો મયુર મુકેશ સોલંકી, તેમજ કેવિન જેન્તી રાદડિયા હોવાનું સામે આવી રહ્યું છે. બંને યુવકોની ઉમર માત્ર 19 વર્ષની જ છે. બંને યુવકો પૈકી કેવિન રાદડિયા કાર ચલાવી રહ્યો હતો. અને બમ્પર નજીક આવતા બ્રેક મારવાની જગ્યાએ એક્સલેરેટર દબાવી દેતા અકસ્માત સર્જાયો હોવાનું પોલીસ સમક્ષ કેફિયત રજૂ કરી હતી. પોલીસ કરેલી તપાસમાં કાર ચાલક યુવક પાસે લાઇસન્સ ન હોવાનું પણ સામે આવી રહ્યું છે. પોલીસ તપાસમાં યુવકો પોતાનો મિત્ર પાસે કાર માંગી લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા, તે દરમ્યાન અકસ્માતની ઘટના બની હતી.
મળતી માહિત અનુસાર,સારવાર લઈ રહેલ દંપતી પૈકી મહિલાની હાલત ખુબ નાજુક હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે કામરેજ પોલીએ દ્વારા યુવકો સામે ગુનો નોંધી CCTV ફૂટેજનો કબ્જો મેળવી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube