રાહુલ ગાંધીએ મોદીની જાતિને લઈને કર્યા પ્રહાર..! કહ્યું, મોદી OBCમાં જન્મ્યા ન હતા- ભાજપવાળા લોકોને મૂર્ખ બનાવે છે

Rahul Gandhi Attack on PM Modi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. ઓડિશામાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Rahul Gandhi Attack on PM Modi) ઓબીસી જાતિમાં જન્મ્યા નથી. રાહુલે કહ્યું, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી કહે છે, “PM મોદીનો જન્મ OBC કેટેગરીમાં થયો નથી.તેઓ તો જનરલ કાસ્ટમાં જન્મ્યા હતા. પરંતુ ભાજપ લોકોને એમ કહીને મુરખ બનાવે છે કે પીએમ ઓબીસી જાતિમાં પેદા થયા હતા.

PMએ આખા દેશ સાથે ખોટું બોલ્યાઃ રાહુલ ગાંધી
રાહુલે કહ્યું, “સૌથી પહેલા હું તમને જણાવવા માંગુ છું કે નરેન્દ્ર મોદી OBC જન્મ્યા ન હતા. ફરી સાંભળો, નરેન્દ્ર મોદીનો જન્મ ગુજરાતની તેલી જ્ઞાતિમાં થયો હતો. તમને બધાને ભયંકર મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. ભાજપે વર્ષ 2000માં આ સમુદાયને ઓબીસી બનાવ્યો હતો. પીએમ મોદીનો જન્મ સામાન્ય જાતિમાં થયો હતો. તે (પીએમ) આખી દુનિયા સામે ખોટું બોલી રહ્યા છે કે તેઓ ઓબીસીમાં જન્મ્યા છે. મારે કોઈ પ્રમાણપત્રની જરૂર નથી, હું કેવી રીતે જાણું કે તેઓ OBC નથી. તે કોઈ ઓબીસીને ગળે લગાવતા નથી. તેઓ કોઈ ખેડૂતનો હાથ પકડતા નથી. તેઓ કોઈ મજૂરનો હાથ પકડતા નથી. તેઓ માત્ર અદાણીજીનો હાથ પકડે છે. તેઓ ક્યારેય જાતિની વસ્તી ગણતરી કરવા દેશે નહીં.

પીએમ મોદીએ પોતાને ‘સૌથી મોટા ઓબીસી’ ગણાવ્યા હતા
તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીની આ પ્રતિક્રિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદમાં આપવામાં આવેલા નિવેદન બાદ આવી છે. વાસ્તવમાં પીએમ મોદીએ સંસદમાં પોતાને ‘સૌથી મોટા ઓબીસી’ ગણાવ્યા હતા.આ સાથે તેમણે કોંગ્રેસ પર પછાત સમુદાયના નેતાઓ સાથે દંભીઓ જેવો વ્યવહાર કરવાનો અને બેવડા ધોરણો અપનાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી અને યુપીએ સરકારે ક્યારેય ઓબીસી સાથે ન્યાય કર્યો નથી. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે કર્પૂરી ઠાકુરને થોડા દિવસો પહેલા ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

નરેન્દ્ર મોદી મોઢ ધાંચી સમાજમાંથી આવે છે. આ સમુદાય હાલ OBC કેટેગરીમાં આવે છે. ગુજરાત સરકારનો આધિકારિક દસ્તાવેજ કોંગ્રેસ નેતાના દાવાને ખોટો ઠેરવે છે, કારણ કે આ દસ્તાવેજો અનુસાર, ગુજરાત સરકારે વર્ષ 1994માં જ મોઢ ઘાંચી સમાજને OBCની યાદીમાં સ્થાન આપી દીધું હતું.

ભાજપે વળતો પ્રહાર કર્યો
રાહુલ ગાંધીના નિવેદન સામે ભાજપે વળતો પ્રહાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે કહ્યું કે રાહુલ ગાંધીએ પહેલા જાતિઓ વિશે અભ્યાસ કરવો જોઈએ. તે જ્ઞાતિની વસ્તી ગણતરીની વાતો કરતો રહે છે. તે જાણે છે કે ‘તેલી’ સમુદાય કયા વર્ગનો છે. તેમને ઓબીસી કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે. પીએમ મોદી પણ આ જ સમુદાયમાંથી આવે છે. રાહુલ ગાંધીને આ અંગે કોઈ જાણકારી નથી. તેમને દેશના સમાજો વિશે કોઈ જાણકારી નથી. તે વિચાર્યા વગર બોલે છે.બીજેપી સાંસદ સુનીતા દુગ્ગલે કહ્યું, બધા જાણે છે કે તેઓ (રાહુલ ગાંધી) ભારતીય બંધારણને બરાબર સમજી શકતા નથી. તેઓ પોતાનું અધૂરું જ્ઞાન પ્રદર્શિત કરતા રહે છે. પીએમ મોદીએ સંસદમાં કહ્યું કે તેઓ ઓબીસી સમુદાયમાંથી આવે છે. રાહુલે કંઈપણ બોલતા કે આરોપ લગાવતા પહેલા ભારત વિશે જાણવું જોઈએ.

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ઓડિશા લેગ ગુરુવાર 8 ફેબ્રુઆરીએ પૂર્ણ થવા જઈ રહ્યો છે. આ પછી, તે 9-10 ફેબ્રુઆરી સુધી બે દિવસ રહેશે. આ પછી, તે 11 ફેબ્રુઆરીએ છત્તીસગઢથી ફરી શરૂ થશે.આ પહેલા બુધવારે ભારત જોડો ન્યાય યાત્રાના 25માં દિવસે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પશ્ચિમ ઓડિશાના સુંદરગઢ જિલ્લામાં વેદવ્યાસ ધામની મુલાકાત લીધી હતી. આ મંદિરની ગુફાને તે સ્થાન માનવામાં આવે છે જ્યાં ઋષિ અને કવિ વેદ વ્યાસજીએ મહાભારતની રચના કરી હતી.