સુરતની સિવિલ હોસ્પિટલ કોરોના મોત મામલે બનાવી રહી છે ઉલ્લુ, દાખલ દર્દીઓના રીપોર્ટ પણ નથી થતા

સરકાર દ્વારા કોરોનાની સારવાર માટે અધિકૃત કરાયેલી સુરત સિવિલ હોસ્પિટલના મોતના આંકડા ચોંકાવનારા છે. સુરતમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 31 દિવસમાં 755 દર્દીઓના મોત થયા છે.

કોવીડ 19 માટે બનાવાયેલી હોસ્પિટલમાં 415 અને જૂની બિલ્ડિંગમાં 340 દર્દીઓના મોત થયા હતા. આંકડામાં પોઝિટિવ, નેગેટિવ અને શંકાસ્પદ દર્દીઓનાં મોત થયા હતા.

સ્મશાન ગૃહ તરફથી મળતા આંકડાઓ અનુસાર જુલાઈ મહિનામાં 755 મૃતદેહોની કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે અંતિમ વિધિ કરવામાં આવી હતી.

ગઈકાલે જ એક દર્દીના કાગળો પરથી ઘટસ્ફોટ થયો છે. જેમાં એક મહિલા દર્દીને રેપીડ ટેસ્ટ બાદ સિવિલમાં ઓક્સીજન આપવામાં આવી રહ્યો હતો. દાખલ થયાના છ દિવસ સુધી રોજ ઓક્સીજન આપી રહેલા ડોક્ટરોએ આ દર્દીના કોઈ પણ પ્રકારના રીપોર્ટ ન કર્યા હોવાને કારણે તેમને કોરોનાનું એટલું સંક્રમણ થઇ ગયું કે જે ઇન્ફેકશન લેવલ ૦ થી ૬ લેવલ નું હોવું જોઈએ તે પ્રાઈવેટ હોસ્પીટલમાં રીફર થયા બાદ એડમીટ થતી વખતે થયેલા રીપોર્ટમાં ૮૬ ટકા આવ્યુ હતું. અને આ દર્દીઓએ સિવિલમાં તપાસ કર્યા બાદ બહાર આવ્યું કે સિવિલ તંત્રે કોઈ પણ પ્રકારના રીપોર્ટ વગર માત્રને માત્ર ઓક્સીજન આપીને સારવાર શરુ રાખી હતી અને દર્દીની સ્થિતિ વધુ ખરાબ થતા પ્રાઈવેટમાં મોકલી દઈને આ દર્દી થી બચવા પ્રયત્ન કર્યો હતો. જાણકારો કહી રહ્યા છે કે સિવિલ દ્વારા આવા કેટલાય કેસ આવી રીતે જ હેન્ડલ કરાઈ રહ્યા છે. હાલમાં આ દર્દી છેલ્લા ૭૨ કલાકથી પ્રાઇવેટ હોસ્પીટલના  વેન્ટીલેટર પર છે.

જ્યારે સરકારી રેકોર્ડ પ્રમાણે અત્યાર સુધી કોરોનાનો સત્તાવાર આંક 497 છે. જ્યારે સ્મશાન ગૃહમાં અંતિમવિધિ કરાયેલા દર્દીઓનો આંકડો 755 છે. હવે આમાં સરકારી આંકડાઓ છુપાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. સુરત માટે જુલાઈ મહિનાના આંકડા આઘાતજનક છે. આ મોતનો આંકડો ફક્ત સુરતની સિવિલ હોસ્પિટલ અને કોવિડ 19 હોસ્પિટલનો છે. જ્યારે અન્ય ખાનગી હોસ્પિટલમાં થયેલા મૃત્યુનો આંકડો તો અલગ જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *