સુરતમાં બોર્ડના વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં અટવાયા તો મદદ માટે આવશે ટ્રાફિક પોલીસ- હેલ્પલાઈન નંબર કરાયો જાહેર

ગુજરાત(Gujarat): 14 માર્ચથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડના અંદાજે 16.50 લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે…

ગુજરાત(Gujarat): 14 માર્ચથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડના અંદાજે 16.50 લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષા સેન્ટર પર બપોરના સમયે એટલે કે 12 થી 4 દરમિયાન જઈ પોતાની બેઠક વ્યવસ્થા જોઈ શકશે. ત્યારે પરીક્ષા દરમિયાન સૌથી મોટો ટાસ્ક વિદ્યાર્થીઓને બોર્ડ સેન્ટર સુધી પહોંચાડવાનો હોય છે. ત્યારે આ મામલાને લઈને સુરત પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. સુરત(Surat)ના ટ્રાફિકમાં અટવાયેલા વિદ્યાર્થીઓને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સમયસર બોર્ડ પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડવામાં મદદ કરવામાં આવશે. આ માટે ટ્રાફિક પોલીસ(Traffic Police)ની ટીમ અને TRB જવાનોની ટીમ દ્વારા મદદ કરવામાં આવશે.

મહત્વનું છે કે, ટ્રાફિક DCP અનિતા વાનાણીએ બોર્ડની વિદ્યાર્થીઓને મદદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ટ્રાફિકમાં અટવાયેલા કે ફસાયેલા ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને બાઇક પર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડીને મદદ કરવામાં આવશે. મહત્વનું છે કે, વિદ્યાર્થીઓને પેપર આપવા જતી વખતે ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે શહેરમાં TRB જવાનોને ખડેપગે તૈનાત કરવામાં આવ્યા છે. જે TRB જવાન વિદ્યાર્થીઓને મદદ કરશે.

ઉલ્લેખનીય છે કે, સુરત ટ્રાફિક પોલીસની આ સરાહનીય પહેલના ચો તરફ વખાણ થઈ રહ્યાં છે. સાથે જ ટ્રાફિક સમસ્યા ઊભી ન થાય તે માટે ટ્રાફિકના 18 અધિકારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષા દરમિયાન  78 TRB જવાનો ખડેપગે ફરજ બજાવશે.

હેલ્પલાઈન નંબર કરાયો જાહેર:
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મદદ મેળવવા માટે સુરત ટ્રાફિક વિભાગ દ્વારા એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. હેલ્પલાઇન નંબર 7434095555 ઉપર ફોન કરીને વિદ્યાર્થીઓને મદદની જરૂર હશે તો મદદ માંગી શકશે અને તાત્કાલિક મદદ પહોંચાડવામા આવશે. ટ્રાફિકમાં ફસાયેલા કે અટવાયેલા વિદ્યાર્થીને ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક પર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *