સુરત શહેરમાંથી ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે કે, જેમાં એક યુવકનું ચાની દુકાન પરથી અપહરણ કરવામાં આવ્યું હતું. આની સાથે જ તેને માર પણ મારવામાં આવ્યો હતો. અપહરણની અ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.
શહેરમાં આવેલ અઠવા વિસ્તારમાં એક યુવાનને નજીવી બાબતમાં અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ અંગે CCTV ફૂટેજ વાયરલ થયા છે, ત્યારપછી પોલીસની કામગીરી પર પણ પ્રશ્ન ઊઠી રહ્યાં છે. આની સાથે જ પોલીસ માર મારનાર યુવકો વિરુદ્ધ સામાન્ય કલમો અંતર્ગત ગુનો નોંધ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે.
સુરતમાં ગુનાખોરીએ જાણે કે માઝા મૂકી હોય તેમ એક બાદ એક ગુનાની ઘટનાઓ બની રહી છે. એમાં પણ પોલીસની નિષ્ક્રિયતાને કારણે અસામાજિક તત્વો જાણે કે બેફામ જ બની ગયા છે. અસામાજિક તત્વોના આંતકની વધુ એક ઘટના સામે આવી છે.
સુરતમાં આવેલ અઠવા વિસ્તારમાં રહેતો તેમજ શાકભાજીનો વેપાર કરતો સાહિલ નામનો યુવાન તલાવડીમાં આવેલ ચાની દુકાન પર ચા પીવા માટે ગયો હતો.આ દરમિયાન માથાભારે સદ્દામ તથા અરબાજ જૂની અદાવત રાખી સાહિલનું ત્યાંથી અપહરણ કરી ગયા હતા.
ત્યારબાદ યુવાનને ચપ્પુ તથા સળીયા વડે માર મારવામાં આવ્યો હતો. માર માર્યા પછી યુવકને છોડવામાં આવ્યો હતો. માર મારવા વિશે સાહિલે બંને ઈસમોની વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા સાહિલની ફરિયાદને લઈ માથાભારે ઈસમોની વિરુદ્ધ સામાન્ય કલમો અંતર્ગત ગુનો નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
પોલીસ દ્વારા માથાભારે તત્વો વિરુદ્ધ સામાન્ય કલમો લગાવતા પોલીસની કામગીરી પર પણ હવે પ્રશ્ન ઉઠયા છે. આ સમગ્ર ઘટના ચાની હોટલમાં લાગેલા કેમેરામં કેદ થઈ ગઈ છે. જેમાં યુવકને માર મારવામાં આવ્યો હોવાનું તેમજ અપહરણ કરવામાં આવ્યાનું જોવા મળ્યું હોવા છતાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ અથવા તો અપહરણનો ગુનો નોંધવાની જગ્યાએ સામાન્ય કલમ લગડતા પ્રશ્નો ઊઠી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.