હાલમાં ગુજરાતમાં દારૂબંધી છે પણ દારૂબંધી કાગળ પર છે ત્યારે સુરત જિલ્લના ઓલપાડ ખાતે આવેલ ડભારી દરિયા કિનારે સાયણ યુનિટના કમાંડર તેની ટિમ સાથે દરિયા કિનારે પહોંચી ફિલ્મી ગીત પર ઠૂમકા મારી દારૂ પીતા હોવાનો વિડીયો વાઇરલ થયો છે. જોકે, આ કર્મચારી પાંચ જેટલી દારૂની બોટલ પી ગયા હતા. વીડીયો વાઇરલ થતા પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં દારૂબંધીની વાત માત્ર કાગળ પર કરવામાં આવે છે અને દારૂ પકડવાની જવાબદારી હોય તેવા કર્મચારીઓ પોતે દારૂની પાર્ટી કરતા પકડાય છે. ત્યારે આજે વધુ એક દારૂ પાર્ટીનો વીડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા હોબાળો મચી ગયો છે.
આ વખતે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ડભારી ગામે આવેલ દરિયા કિનારે કેટલાક લોકો દારૂ પીને ફિલ્મી ગીત પર ઠૂમકા મારતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં દેખાતો એક યુવાન સાયણના હોમગાડના ઈન્ચાર્જ કમાન્ડિંગ છે. તેમની સાથે ઓલપાડ તાલુકાના સાયણ યુનિટના હોમગાર્ડ જવાન છે.
દારૂના ગ્લાસ આપતો વ્યક્તિ સાયણ યુનિટનો ઇન્ચાર્જ કમન્ડિંગ છે. આ વીડિયો 26મી જાન્યુઆરીના દિવસનો છે. આ દિવસે રાજ્યના હોમગાર્ડ સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં હતા ત્યારે સાયણ હોમગાર્ડ યુનિટના કમાન્ડર અને તેના અન્ય જવાનો દરિયા કિનારે દારૂની પાર્ટી કરી નશાની હાલતમાં ફિલ્મી ગીત પર ઠુમકા લગાવતા હતા.
જોકે આ કર્મચારીએ એક કે બે નહિ પણ પાંચ જેટલી દારૂની બોટલ પુરી કરી આ બોટલ દરિયા કિનારે મૂકી હતી. આ વીડિયો વાઈરલ થતા આ મામલે પોલીસ વિભાગમાં પણ ભારે ચર્ચા ઉભી થઇ છે. જોકે, આ તમામ લોકો વિરુદ્ધ કાર્યવાઈ કરવા માટે હોમગાર્જના કમાન્ડન્ટને સૂચના આપી છે. આ દરમિયાન એવું લાગી રહ્યું છે કે, સુરત જિલ્લમાં આવી ઘટનાઓ સામાન્ય બની રહી છે.
ત્યારે દારૂ વેચાણ અંગે અનેક અધિકારી રેન્જ આઇજી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આજ વિસ્તારમાં દારૂની પાર્ટી મામલે વીડિયો વાયરલ થતા પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ હોમગાર્ડ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા છે તેની પણ તપાસ શરુ કરવામાં આવી છે.
ઓલપાડના દરિયાકાંઠે દારૂની બોટલ માથે મૂકી ફિલ્મો ગીત પર માર્યા ઠુમકા – જુઓ દારૂ પાર્ટીનો વિડીયો pic.twitter.com/gC4Lpy2AW3
— Trishul News (@TrishulNews) January 27, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle