Gujarat Surat: છાસવારે બાળકોને તરછોડવાની ઘટનાઓ સામે આવે છે. આવીજ વધુ એક ઘટના ગુજરાત રાજ્યના સુરત શહેરમાંથી સામે આવી છે. સુરત શહેરમાંથી એક ખુબજ અજીબોગરીબ ઘટના સામે આવી છે. ભૃણ ત્યજી કે ફેંકી દેવાની મજબૂરી કે નિર્દયતા સમાન એક કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં આવેલા ગોડાદરા રોડ સ્થિત લક્ષ્મી નારાયણ સોસાયટીના ગેટ પાસે ત્રણ માસનું ભ્રુણ મળી આવ્યું છે.
આ ઘટનાથી સમગ વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. ત્યાર બાદ લોકોએ પોલસને જાણ કરી હતી અને ત્યાર બાદ પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને તેમા સીસીટીવી કેમેરામાં જોવા મળ્યું કે, એક મહિલા પુરુષ ત્રણ માસનું ભ્રુણ મુકતા દેખાય છે.
ફરી શર્મસાર થયું સુરત… ગર્ભમાં રહેલા ત્રણ માસના ભ્રુણને બહાર કાઢી ફરાર થઇ માતા pic.twitter.com/Xf2hfaecqo
— Trishul News (@TrishulNews) February 10, 2023
હાલ પોલીસે માતા-પિતા સામે ગુનો નોધાવ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. ત્રણ ભૃણને ત્યજી ફરાર થઈ જતા માતા-પિતા સીસીટીવા કેદ થયા છે. સીસીટીવામાં એમ પણ દેખાય છે કે, પુરૂષના હાથમાં હોસ્પિટલની ફાઈલ પણ છે. ગળામાં નાળ લપેટાયેલી અવસ્થામાં ભ્રુણ જોવા મળ્યું હતું. ત્યાર બાદ ત્યાના સ્થાનિક વિસ્તારના લોકોએ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
પોલીસે ઘટના સ્થળે આવીને ભ્રુણનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. હાલ પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ સ્થાનિક વિસ્તારના નર્સિંગ હોમ, હોસ્પિટલ અને દવાખાનામાં તપાસ કરી રહ્યા છે. પોલીસે આજુબાજુની સોસાટીઓમાં અગાઉ ગર્ભવતી હોય અને હાલ ન દેખાતી હોઈ તેવી મહિલાઓની તપાસ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.