આજ રોજ સુરત (Surat) શહેરમાં અડાજણ માંથી એક ગામે ગોઝારી ઘટના સામે આવી રહી છે. સુરત શહેરમાં અડાજણના ભાઠા ગામમાં ભાવના નામની મહિલા તેના પરિવાર સાથે રહે છે. તેમના ઘર નજીકથી વીજ લાઈનનો વાયર પસાર થાય છે.
ભાવના ઉપર વીજળીનો તાર પડતા પતિ સહિતના લોકો જીવતી સળગતી હાલતમાં જોતા રહ્યા અને મહિલા બચાવો બચાવોની બૂમો પાડતી રહી હતી. જોકે, ચાલુ વીજલાઈનના કારણે કોઈ બચાવી શક્યું ન હતું. ઘટનાના એક કલાક બાદ મેઈન લાઈન બંધ કરી મૃતદેહ બહાર કાઢવાની ફરજ પડી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં 20-25 વર્ષ જૂનો વીજતાર 3-4 વાર તૂટી પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મૃતક મહિલા ભાવનાના પતિ કનુભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે, ચોથીવાર બનેલી ઘટનામાં ભાવનાને જીઈબીની લાઈન ભરખી ગઈ સાહેબ, અમે ગરીબ છીએ અમારું સાંભળશે કોણ. ત્રણ દીકરીઓએ માતા અને મે મારી પત્ની ગુમાવી છે. બસ બેજવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધી સજા થાય એ જ અમારી માગણી છે.
વહેલી સવારે ઘરની બહાર મહિલા કામ કરી રહી હતી. આ દરમિયાન તેમને અચાનક કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા આસપાસના લોકો તેમને બચાવવા બહાર દોડી ગયા હતા. છેલ્લા ઘણા સમયથી વાયર લટકી રહ્યો હતો. GEB ને અનેકવાર લટકતા વાયર ની ફરિયાદ કરવા છતાં કામગીરી કરવામાં આવી ન હતી.
આ ઉપરાંત, અનેકવાર GEB ની બેદરકારી સામે આવતી રહે છે. આજે ફિર એકવાર આવી જ બેદરકારી સામે આવી છે. આવું પહેલી વાર નથી બન્યું, રાજ્યમાં અનેક જગ્યાઓ પર વાયર લટકતા જોવા મળતા હોય છે. જેની ફરિયાદો થવા છતાં કામગીરી ન થવાને લીધે દુર્ઘટનાઓ સર્જાતી રહે છે.
સુરતમાં અડાજણના ભાઠા ગામમાં આંગણામાં કામ કરતી યુવતી ઉપર લટકતો તાર પડતાં કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાની સાથે જ મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.