સુરત(Surat): શહેરના પીપલોદ(Piplod) વિસ્તારમાં એક જાણીતા બિલ્ડરે ખુદને જ રિવોલ્વરથી ગોળી મારી દીધી હતી અને આપઘાત(Builder suicide) કરી લીધો છે. બ્લેક પેપર હોટલ(Black Pepper Hotel)ના માલિક અને બિલ્ડરે પેરાલિસિસ(Paralysis)ની બીમારીથી કંટાળીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં તેનો મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
70 વર્ષીય બિલ્ડરનો આપઘાત:
મળતી માહિતી અનુસાર, જો વાત કરવામાં આવે તો સુરતના પીપલોદ વિસ્તારમાં 70 વર્ષના બિલ્ડર અને હોટલના માલિક અરજણભાઈ માણિયા પરિવાર સાથે રહેતા હતા. બિલ્ડરને ત્રણ પુત્રો છે. અરજણભાઈ બ્લેક પેપર હોટલના માલિક અને સુરતના જાણીતા બિલ્ડરમાંના એક હતા. અરજણભાઈ છેલ્લા ઘણા સમયથી પેરાલિસિસની બીમારીથી પીડાતા હતા અને આ બીમારીથી કંટાળીને જ આજે ઘરમાં જ લમણે ગોળી મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
માનસિક તણાવમાં રહેતા:
મહત્વનું છે કે, બે વર્ષ અગાઉ અરજણભાઈને બ્રેઈન સ્ટોકનો એટેક આવેલો હતો. ત્યારપછીથી અરજણભાઈને બોલવા અને ચાલવાની તકલીફ થઈ ગઈ હતી. જો વાત કરવામાં આવે તો બે વર્ષથી અરજણભાઈ પથારીવશ હતા અને તેના કારણે તે ખૂબ જ માનસિક તણાવમાં રહેતા હતા.
બિલ્ડરના પુત્રએ શું કહ્યું?
અરજણભાઈના પુત્ર ભરતભાઈએ જણાવતા કહ્યું હતું કે, ‘મારા પિતા દ્વારા બીમારીથી કંટાળીને આ પગલું ભરવામાં આવ્યું છે. તેમની રિવોલ્વર લોકરમાં મૂકી હતી પણ આજે સવારે ગમે તેમ મેનેજ કરીને લોકરમાંથી રિવોલ્વર કાઢીને ગોળી મારીને આપઘાત કરી લેતા પરિવારમાં ચકચાર મચી જવા પામી છે.
પરિવારમાં છવાયો માતમ:
અત્રે ઉલ્લેખનીય છે કે, પરિવારના મોભી અરજણભાઈ દ્વારા આપઘાત કરી લેવામાં આવતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જો વાત કરવામાં આવે તો છેલ્લા બે વર્ષથી અરજણભાઈની સેવા કરતા પુત્રોને વધુ આઘાત લાગ્યો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનોના આક્રંદથી શોકની લાગણી છવાઈ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.