હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ઘણાં લોકોને લગ્ન કરવાની ખુબ જ ઉતાવળ થતી હોય છે. ઘણાં લોકો લગ્નની લાલચમાં પણ આવીને છેતરપીંડી થતી હોય એવી ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી રહી છે.
લગ્ન વાંચ્છુક યુવકોની આંખ ઉઘાડતી ઘટના સુરતમાંથી સામે આવી રહી છે. લૂંટેરી દુલ્હન વિરુદ્ધ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવામાં આવી છે. લગ્નના બે મહિનામાં જ ઘરમાંથી રોકડા અને ઘરેણાં મળીને 4.50 લાખ રૂપિયાની મત્તા લઈને નાસી ગઈ હતી.
મૂળ મહારાષ્ટ્રની યુવતીએ 20 જેટલા લોકો સાથે આ જ રીતે લગ્ન કરી પોતાના શિકાર બનાવીયા હોવાનું બહાર સામે આવી રહ્યું છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, સરથાણામાં શામધામ રોડ પર સાંઈકૃપા સોસાયટીમાં રહેતા નરેશ પોપટ શિયોરા રત્ન કલાકાર છે. છ મહિના પહેલા તેમના સંબંધી હરસુખના દુકાને મમતા દૌરાણી (21 વર્ષ) ખરીદી માટે આવતી હતી. મમતા મુળ મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના લાડખેટ થાનાના બાનાયત ગામની વતની છે.
લુંટેરી દુલ્હન મમતાએ હરસુખને કહ્યું હતું કે, કોઈ સારો યુવક હોય તો બતાવજો લગ્નની વાત કરવી છે. એટલે હરસુખે નરેશને આ વાત કરતા નરેશ અને મમતાની મુલાકાત કરાવી હતી. ત્યારે મમતાએ કહ્યું કે તેના લગ્ન થયા છે પરંતુ પતિથી ડિવોર્સ લેવાની છે. ત્યાર બાદ તે લગ્ન કરશે. નરેશ શિયોરાએ તૈયારી બતાવતા બંનેએ તારીખ 4 ફેબ્રુઆરીના રોજ વાડીમાં લગ્ન કરી લીધા હતા.
લગ્ન બાદ મમતા અને હરસુખ સારી રીતે રહેવા લાગ્યા હતા. 7 એપ્રિલના રોજ નરેશની ફોઈની દીકરીનું મામેરુ હોવાથી નરેશના પિતાએ 30 ગ્રામનું મંગળસૂત્ર બનાવડાવ્યું હતું. તેમજ ઘરમાં બીજા ઘરેણાં અને રોકડા 1.50 લાખ રૂપિયા હતા. તારીખ 25 માર્ચની રાત્રે મમતા ઘરમાંથી ઘરેણાં અને રોકડા મળીને 4.50 લાખ રૂપિયા લઈને નાસી ગઈ હતી. તેનો ફોન પણ બંધ હતો.
આ ઘટનાની મળતી જાણકારી અનુસાર, મમતાએ તેના પહેલા પતિ સાથે લગ્ન કર્યા બાદ માત્ર 15 દિવસમાં જ ડિવોર્સ લીધા હતા. ડિવોર્સ માટે મમતાએ પહેલા પતિ પાસેથી 3.50 લાખ રૂપિયા લીધા હતા. આ મામલે નરેશ શિરોયાને છેતરપિંડીના ભોગ બનિયાનું માલુમ થતાની સાથે જ તેમણે સરથાણા પોલીસ સ્ટેશનમાં મમતા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સરથાણા પોલીસ એ ગુનો નોંધી આરોપી યુવતીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.