સુરત/ વિજય ડેરીને 2023માં ખાદ્ય ખોરાક Best Innovative Displayનો એવોર્ડ આપવામાં આવ્યો

Vijay Dairy: સુરતમાં આવેલી વિજય ડેરી(Vijay Dairy) એ ગાંધીનગરના હેલીપેડ એક્સઝીબેશન ગ્રાઉન્ડ ખાતે તારીખ 17 ડિસેમ્બર થી 20 ડિસેમ્બર દરમિયાન થયેલ ખાદ્ય ખોરાક 2023 માં…

Vijay Dairy: સુરતમાં આવેલી વિજય ડેરી(Vijay Dairy) એ ગાંધીનગરના હેલીપેડ એક્સઝીબેશન ગ્રાઉન્ડ ખાતે તારીખ 17 ડિસેમ્બર થી 20 ડિસેમ્બર દરમિયાન થયેલ ખાદ્ય ખોરાક 2023 માં પહેલી વાર ભાગ લીધો હતો, જેમાં વિજય ડેરી ને ખાદ્ય ખોરાકના આયોજકો તરફ થી Best Innovative Display નો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. વિજય ડેરીની મીઠાઈઓ, નમકીન અને ઘી ના પેકેજિંગ બીજી ડેરીઓથી અલગ અને નવીતમ હતા. જેણે લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા.

Best Innovative Display એવોર્ડ
મુલાકાતીઓ ઘી ના પેકેજિંગથી ઘણા આકર્ષાયા હતા. વિજય ડેરીના ઘી પેકેજિંગ ની ખાસિયત એ હતી કે ઘી ને PET જારમાં પ્રદર્શિત જાહેર કરવામાં આવ્યું હતું. PET જારનો અનોખો આકાર અને ખાસ રંગ લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો હતો. વિજય ડેરીની આ તમામ ડીઝાઈનની ટ્રેડમાર્ક અને કોપીરાઇટ નોંધણી થયેલ છે. ખાદ્ય ખોરાક 2023 માં વિજય ડેરી એ 7 પ્રકાર ના નમકીનને પણ પ્રદર્શિત કાર્ય હતા. તમામ નમકીન 170 ગ્રામ, 400 ગ્રામના પાઉચમાં મુકવામાં આવ્યા હતા. નમકીન ના પેકેજિંગ પણ બીજાથી અલગ તરી આવ્યા હતા.

મોડીફાઈટ એટમોસ્ફેરિક પેકેજ
વિજય ડેરીની મીઠાઈઓના પેકેજિંગે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. મીઠાઈઓની નવા નવા પેકેજિંગે લોકોને ચોંકાવી દીધા હતા.એમની મીઠાઈનું પેકેજિંગ MAP (મોડીફાઈટ એટમોસ્ફેરિક પેકેજ) પદ્ધતિથી કરવામાં આવ્યું છે. આ ટેકનોલોજીના ઉપયોગથી મીઠાઈની સેલ્ફ લાઈફ 20 દિવસથી વધારે થઈ જતી હતી. આ ટેકનોલોજીનો પેકેજિંગમાં ઉપયોગ એમને અલગ તારવતો હતો.સૌના આકર્ષણના કેન્દ્ર બની ગયું હતું.

ખાદ્ય ખોરાક 2023 માં વિજય ડેરીએ બીજી ઘણી પ્રોડક્ટ્સ પણ ડિસ્પ્લેમાં મૂકી હતી. જેમાં દૂધ, છાસ, દહીં, લસ્સી કપ, કોલ્ડ કોકો કપ અને પનીરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દરેક પ્રોડક્ટ્સનું પેકેજિંગ અજોડ અને નવીનતમ હતું. જે બજારની રેગ્યુલર પેકેજિગથી અલગ જ હતું.

આ દરેક પ્રોડક્ટ્સની પેકેજિંગ અને રજુઆતમાં વિજય ડેરીએ બાજી મારી હતી. વિજય ડેરી ખાદ્ય ખોરાક 2023 માં લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી હતી. વિજય ડેરી ખાદ્ય ખોરાક 2023 માં લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની હતી અને Best Innovative Display નો એવોર્ડ મેળવવમાં તેમને સફળતા મેળવી હતી. જે વિજય ડેરી માટે ગર્વની બાબત કહી શકાય છે.