છેલ્લા ચાર દિવસમાં એક રહસ્યમય ઘટનાક્રમ બન્યો છે. અહીંયા બાળકોના અપહરણનાં પ્રયાસોથી વાતાવરણ તંગ બની ગયું છે તો વાલીઓમાં એક અલગ જ પ્રકારનો ભયનો માહોલ સર્જાયો છે. ચૂંટણીના માહોલમાં વચ્ચે શાળાઓ શરૂ થતાની સાથે જ બાળકોનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ઘટના અંગે જાણવા મળ્યું છે કે, આજે સવારે હાજી જગરેલા અને ઉસ્માન જગરેલા પોતાના બાળકના અપહરણની ફરિયાદ કરવા માટે પોલીસ મથકે પહોંચ્યા હતા. હાજી જગરેલાએ જણાવ્યું કે, અમારો દીકરો સ્કૂલ જતો હતો ત્યારે એક સફેદ કાર આવી હતી. આ ઉપરાંત જગરેલાએ કહ્યું કે ‘એક સફેદ રંગની કાર આવી, મારા દીકરાને પૂછ્યું કે પાળિયાદ જવાનો રસ્તો ક્યાં છે, એણે બતાવ્યો ત્યાં રૂમાલ સુંઘાડી તેને અંદર ખેંચી લીધો.’
જોકે, અમને સવારે 9.00 વાગ્યાની આસપાસ ફોન આવ્યો કે, તમારા દીકરો પેટ્રોલ પમ્પ પાસે બેભાન અવસ્થામાં પડ્યો છે. આ સ્થિતિમાં તેની સાથે અજગતું થયું હોવાની શક્યતા છે. આ ચાર દિવસમાં બે વિદ્યાર્થીને રૂમાલ સુંઘાડી અને અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો અને આગળ જતા તેને ઉતારી દેવામાં આવ્યા.
આ દરમિયાન વાલીઓએ કહ્યું કે, બે દિવસ પહેલાં એક દીકરીને પણ આવી રીતે રૂમાલ સુંઘાડી ગાડીમાં ખેંચી લેવામાં આવી હતી. અને તેને પણ આ જ રીતે પેટ્રોલ પમ્પ બાજુ ફેકી દેવામાં આવી હતી. જોકે, આ ઘટના પાછળ શું રહસ્ય છે તે પોલીસ તપાસમાં જાણવા મળે પરંતુ વાલીઓનાં આરોપ મુજબ ચુડા પોલીસની લાલિયાવાડી સામે આવી છે. આ ઉપ્રાંત જાણવા મળ્યું છે કે, પોલીસને ફરિયાદ કરી છતાં પોલીસ બાળકોના અપહરણના પ્રયાસ કરનારા લોકોને શોધવામાં નિષ્ફળ રહ્યા છે. વધુ બાળકોના અપહરણ થાય અથવા તેમની સાથે કઈ પણ અજુગતી ઘટના ઘટે તે પહેલાં સફેદ ગા઼ડીમાં આવતા આ અપહરણકર્તાઓને પોલીસે શોધી કાઢે તે જ હિતાવહ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle