જન્મથી જ દીકરાની બંને કીડની સંકોચાયેલી હોવાથી પોલીસ પિતાએ પોતાની એક કીડની આપી નવજીવન આપ્યું

દરેક પિતા(Father) પોતાના બાળકો માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દેતા હોય છે. હાલ એવા જ એક સમાચાર મળી આવ્યા છે. અહીં, સુરેન્દ્રનગર(Surendranagar) પોલીસ વિભાગ (Police Department)માં ફરજ બજાવતા પોલીસ કર્મીએ દેશની ફરજ બજાવવા સાથે પિતાનો ધર્મ પણ નિભાવી અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પત્નિના અવસાન બાદ પુત્રને કિડની(Kidney) ફેલ થઇ જતા પિતા તરીકે પુત્રને કિડની આપી નવજીવન આપ્યું હતું. આ પછી સંઘર્ષ કરી દોડમાં 2 વખત પ્રથમ નંબર મેળવી પીએસઆઇ(PSI) તરીકે પ્રમોશન પણ મેળવ્યું હતું. આમ પિતાએ દેશસેવા સાથે પોતાના પુત્રને નવજીવન આપવા સંધર્ષનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા જગદીશભાઇ રામીએ પિતા તરીકે અને પોલીસ તરીકેની ફરજ અદા કરી અનોખી મિસાલ રજુ કરી છે. જગદીશભાઇનો દીકરો રજનીકાંત રામી પિતાની જેમ પોલીસ વિભાગમાં ફરજ બજાવવા માટે પોલીસ ભરતીની તૈયારીઓ કરી રહ્યો હતો. આ તૈયારી કરવા દરમિયાન વધુ પડતો શ્રમ કરવાથી તબિયત ખરાબ થઇ ગઇ હતી. તેથી સારવાર અર્થે ટીબી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતી.

જ્યાં તેમની બન્ને કિડની જન્મથી જ સંકોચાયેલી હોવાનું જાણવા મળ્યું હતું. આમ પોલીસ બનવાના સ્વપ્ન પર પાણી ફરી વળ્યું હતું. પરંતુ હાર ન માનતા પિતાએ પુત્રની દવાઓ કરવાની શરૂ કરી હતી. 27-9-2010 તેમના પત્નિનું પણ અવસાન થયું હતું. પરંતુ તેઓએ પુત્રને પોતાનુ જીવન માની હિંમત હાર્યા ન હતા. આમ પિતાએ એક તરફ ડીવાયએસપીના રાઇટર તરીકેની ફરજ અને બિમાર પુત્ર માટે સારવાર સાથે માતા અને પિતા બન્નેની જવાબદારી નિભાવવાનું શરૂ કર્યું હતું.

આ દરમિયાન જયારે 2016માં પુત્રની કિડની કામ કરતી બંધ થઇ હતી તપાસમાં 27 ક્રીએટન આવ્યું હતું. સામાન્ય રીતે તંદુરસ્ત માણશની કિડની 1 થી 1.40 કામ કરે તો સારી કહેવાય પરંતુ દીકરાને 27 ક્રિએટન આવતા ખૂબ ખરાબ હાલતમાં હોવાનું નિદાન થયું હતું. સિમ્સના ડોક્ટરોએ તો રિપોર્ટ જોઇ ના જ પાડી દીધી હતી. તેમજ કિડની બદલવી પડશે તેવું કહેવામાં આવ્યું હતું.

કીડની બદલવાની વાત થતા તપાસ કરવામાં આવી હતી. જેમાં પિતાની કિડની દિકરા સાથે મેચ થતી હતી. આથી પિતાએ પોતાની કિડની દીકરાને આપી નવજીવન આપ્યું હતું. પછી પુત્રની પીએસઆઇ બનવાનુ઼ સ્વપ્ન પૂરું કરવા પિતાએ દોડવાનું શરૂ કર્યું હતું. કિડની આપ્યા બાદ 2016માં મોડ 2 અને મોડ 3ના પ્રમોશન પરીક્ષા આપી હતી.

આ પછી ડોક્ટરોએ ના પાડી હોવા છતા પિતાએ 1 કિડની હોવા છતા 6 મિનિટ 45 સેકન્ડમાં 800 મીટર દોડવાનું હતું. તે 4 મિનિટ 2 સેકન્ડમાં દોડીને પહેલો નંબર મેળવી ગ્રાઉન્ડ પાસ કર્યું હતું. 3 માસ બાદ મોડ 3ની પરીક્ષા આપી 50ના ગ્રુપમાં પ્રથમ આવી પરીક્ષા આપી પીએસઆઇનું પ્રમોશન મેળવી જૂનાગઢ પોસ્ટિંગ થઈ હતી. ત્યારબાદ 2 વર્ષ નોકરી કરી નિવૃત્તિ લાભ લઇ ડીએસપીના રીડર તરીકે ફરજ બનાવ 31-12-2020ના રોજ રિટાયર્ડ થયા હતા. આજે પિતા અને પુત્ર તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *