કેદારનાથના દર્શન કરવાં માટે ગયેલ સુરેન્દ્રનગરનાં 3 યુવાનોને નડ્યો ભયંકર અકસ્માત

દેશમાંથી અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ અકસ્માતની આવી જ એક ઘટના સામે આવી રહી છે. ઉત્તરાખંડમાં ફરવા માટે ગયેલ ગુજરાતનાં સુરેન્દ્રનગરના કુલ 3 યુવાનોને ભયંકર અકસ્માત નડ્યો હતો.

એમની ગાડી કુલ 300 મીટર ઊંડી અલકનંદાની ખીણમાં ખાબકી ગઈ હતી. જેમાંથી એક યુવકનું મોત થયું છે, બીજા યુવકને ગંભીર ઈજા પહોંચી છે. જો કે, બીજા એક યુવક તેમજ ડ્રાઈવરની તપાસ હજુ પણ ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતાંની સાથે જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ઉત્તરાખંડના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.

સુરેન્દ્રનગર શહેરના મહામંત્રી જગદીશભાઇ મકવાણાના સંપર્કમાં રહીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દુ:ખદ સમાચાર મળતાંની સાથે જ સુરેન્દ્રનગર શહેર ભાજપનાં મંત્રી જગદીશભાઈ મકવાણાએ તરત એક ટીમ બનાવીને પ્લેન મારફતે દહેરાદૂન જવા માટે રવાના કરવામાં આવી છે.

એક યુવકની હજુ જાણ થઈ નથી :
મળી રહેલ જાણકારી મુજબ સુરેન્દ્રનગરમાં રહેતાં મૃગેશ રાઠોડ, હિતેનદ્રસિંહ ચૌહાણ તથા ક્રિપાલસિંહ ઝાલા નામના કુલ 3 યુવક બદ્રીનાથ-કેદારનાથના દર્શન કરવાં માટે ગયા હતા ત્યારે પરત ફરતા સમયે એમની ઈનોવા કાર કુલ 300 મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી.

આ અકસ્માતમાં મૃગેશ રાઠોડનું અવસાન થયું છે. જ્યારે હિતેન્દ્રસિંહ ચૌહાણને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આની સાથે જ ક્રિપાલસિંહ ઝાલા તથા ઈનોવા કારનો ડ્રાઈવર ધર્મપાલ હજુ પણ ખીણમાં ગુમ છે. તેઓને શોધવા માટેની તપાસ ચાલુ છે.

હિમાલય મંદિર બાજુ જઈ રહી હતી કાર :
આ વિશે ચમોલી વિસ્તારના SPએ જણાવતાં કહ્યું હતું કે, શનિવારે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. જોશીમઠ તથા બદરીનાથની વચ્ચે બદૌલાની નજીક પસાર થઈ રહેલ કાર મંદિર બાજુ જઈ રહી હતી ત્યારે કાર કુલ 300 મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી, જેમાં એક યુવકનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *