CSKના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈના IPL 2020ને વ્યક્તિગત કારણોને લીધે IPL છોડીને ભારત પાછો આવ્યો છે. સુરેશ રૈના શા કારણે પાછો આવ્યો એ કારણ સ્પષ્ટ ના થવાથી વિવિધ પ્રકારની ખોટી અફવાઓ થઇ રહી હતી, પણ હવે આ ખેલાડીએ સુરેશ રૈનાએ તેના પાછા આવવા અંગેનું સાચું કારણ કહ્યું છે. સુરેશ રૈનાના ભારત પાછા આવવાના નિર્ણય બાદના પહેલા સમાચાર એ આવ્યા હતા કે, ચેન્નઈ સુપરકિંગ્સની ટીમમાં જ્યારે તેમાના ઘણા ખેલાડીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે CSKના દિગ્જ્જ ખેલાડી સુરેશ રૈના ડરી ગયો હતો અને તેના પર ડર એટલો હાવી થઈ ગયો કે સુરેશ રૈનાને દુબઈ હોટલ રોકાવા માટે રાજી ન થયો.
શ્રીનિવાસના નિવેદનથી ઉડી હતી અટકળો
તે પછી સમાચાર આવ્યા કે સ્ટાર બેટસમેન સુરેશ રૈનાને દુબઈની તાજ હોટલમાં જે રૂમ આપવામાં આવ્યો હતો. તે રૂમ કેપ્ટન અને કોચની જેટલો સુવિધાવાળો નહોતો. તાજ હોટલના રૂમમાં બાલ્કની પણ નહોતી જેના લીધે સુરેશ રૈના નારાજ થઈ ગયો અને રૈનાને આપવામાં આવેલી રૂમમાં રહીને આખી ટૂર્નામેન્ટ રમવા રાજી નહોતો. જેના લીધે રૈના CSK છોડીને ભારત આવી ગયો. CSKના માલિક એન. શ્રીનિવાસને સુરેશ રૈનાના ભારત પાછા ફરવાને લઇને નિવેદન આપ્યું હતુ. એન. શ્રીનિવાસને કહ્યું હતુ કે, સફળતાએ સુરેશ રૈનાને શૉર્ટ ટેમ્પર્ડ બનાવ્યો છે.તે પછીના જ દિવસે શ્રીનિવાસને કહ્યું, શ્રીનિવાસના નિવેદનને ખોટા અર્થમાં રજૂ કરવામાં આવ્યા હતા. શ્રીનિવાસ રૈનાને લઇને આવું નહોતા બોલી રહ્યા.
સુરેશ રૈનાના પરિવાર પર હુમલો
આ સમય દરમિયાન સુરેશ રૈનાના ફોઈના પરિવાર પર પંજાબના પઠાણકોટમાં કેટલાક લૂંટારાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાંમાં સુરેશ રૈનાના ફુવાનું મોત થયું હતુ, અને તેમના 2 કઝીન અને ફોઈની હાલત ગંભીર હતી. ૩૧ તારીખને સોમવારની રાત્રે સુરેશ રૈનાના એક કઝિનનું પણ મૃત્યુ થયું હતું અને રૈનાની ફોઈની હાલત પણ ગંભીર છે. સુરેશ રૈનાએ કહ્યું કે, IPL ટૂર્નામેન્ટ છોડીને ભારત પાછા ફરવાનું આ જ સાચું કારણ હતુ, કેમકે હાલ ના સમયમાં પરિવારને મારી સૌથી વધારે જરૂર છે.
હજુ પણ 4-5 વર્ષ સુધી સીએસકેમાં રમશે
સુરેશ રૈનાએ દ્વારા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, “CSK આજે પણ મારા પરિવાર જેવી છે. CSKને છોડીને ભારત આવવાનો નિર્ણય સહેલો નહોતો, પણ પરિવારને અહિયાં ભારતમાં વધારે જરૂર હતી અને મારી અને CSKની વચ્ચે હાલ પણ અતુટ સંબંધ છે. ધોની ભાઈ મારી જિંદગીમાં ખાસ સ્થાન ધરાવે છે.” ધોની એ કહ્યું છે કે, “કોઈ પણ 12.5 કરોડ રૂપિયાને એમ જ પીઠ ના બતાવી શકાય. એની પાછળ પણ એક ચોક્કસ કારણ હોવું જોઇએ. મે ભલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી રાજીનામું લઈ લીધું હોય પરંતુ હુ હાલ પણ જવાન છું અને 4-5 વર્ષ ભારત માટે રમીશ.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews