ગુજરાતમાં આ જગ્યાએ આકાશમાં જોવા મળ્યા એલિયન? લોકોમાં સર્જાયું કુતૂહલ- જુઓ live વિડીયો

ગુજરાત રાજ્યના ઉપલેટા, જામજોધપુર, કુતિયાણા, જૂનાગઢ, સોરઠ પંથકમાં સોમવારે મોડી રાતે અદભૂત રહસ્યમય અવકાશી નજારો (Spatial views) સામે આવ્યો હતો. જોરદાર ધડાકો સંભળાયા બાદ રોશનીના ચમકારા દેખાતા લોકોમાં ભય સાથે કુતૂહલ પેદા થયું હતું અને આ ઘટના સોશિયલ મીડિયામાં અલગ રીતે જાહેર થતાં પ્રજાજનો ગભરાયાં હતાં. એક સાથે 10-12 જેટલી ઉલ્કા જેવી વસ્તુ જોવા મળી છે. લોકોએ મોબાઇલમાં પણ તેના દ્રશ્યો કેદ કર્યા છે. પ્રકાશિત વસ્તુના દ્રશ્યોથી લોકોમાં અનેક સવાલ ઉઠ્યા છે.

સમગ્ર ઘટના અંગે મામલતદાર જી.એમ. મહાવદિયાએ જણાવ્યું હતું કે, અમારે જામનગરની જેમ જ સમાણા ગામે એરબેઝ આવેલું છે અને સમયાંતરે અહીં આવી કવાયત ચાલતી રહેતી હોય છે. દેખાવમાં ચાઇનીઝ બલૂન જેવા લાગતા આ બલૂને સોરઠમાં લોકને ચર્ચાને ચગડોળે ચઢાવી દીધા છે. આ ઉપરાંત આ વીડિયો કેટલો જૂનો છે અને ક્યાંનો છે તેની પુષ્ટી પણ નથી પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો (Viral Video) જૂનાગઢ ગ્રામ્યના નામથી વાયરલ થઈ રહ્યો છે.

સોમવારે મોદીરાતે આવી ઘટના બની હતી અને ફાઇટર જેટ પસાર થતી વખતે જોરદાર અવાજ આવ્યો હતો અને બાદમાં આ જેટની રોશનીના ચમકારા થતાં લોકોમાં ભય મિશ્રિત કુતૂહલની લાગણી પેદા થઇ હતી અને ભયના માર્યા લોકો બહાર દોડી આવ્યા હતા, પરંતુ સોશિયલ મીડિયામાં વહેતી થયેલી વાતોમાં કોઇ તથ્ય નથી. એરફોર્સની આ રૂટિન કવાયત માત્ર છે.

અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ ગીર સોમવાથ જિલ્લામાં ફરી એકવાર ભેદી ધડાકા સંભળાતા હોવાનું સામે આવ્યું હતું ગીર સોમનાથ જિલ્લામા અજીબોગરીબ ઘટના સામે આવી હતી જેને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગીર સોમનાથમાં વેરાવળ, સોમનાથ અને કોડિનાર સહિતાન પંથકમાં ભેદી ધડાકા સંભળાયા હતા. ભેદી ધડાકાને લઈ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે કેટલાક લોકો તો ભૂકંપની આશંકા પણ સેવી રહ્યા હતી ભૂકંપ થવાને લઈને ભેદી ધડાકા સંભળાતા હોય તેવું લોકો અમુમાન કરી રહ્યા હતી. કેટલાક લોકો ધડાકા સાંભળતા જ ઘરોની બહાર નીકળી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *