સુરત શહેરમાં નવા એમ વી એક્ટ નો અમલ પહેલી નવેમ્બર થી લાગુ થયો છે. ત્યારે સુરતી ઓ ટ્રાફિક નિયમન તોડી દંડ ભરવા માં રેકોર્ડ સર્જી રહ્યા છે અને ભરી રહ્યા છે. રોજ નો લાખો રૂપિયા દંડ જે કેહવાઈ કે ગુજરાત રાજ્ય માં સુરત દંડ ભરવા અને ટ્રાફિક નિયમન તોડવામાં સુરત મોખરે છે અને દંડ ભરવાનો રેકોર્ડ સર્જી રહ્યા છે.
સુરતમાં ટ્રાફિક ના નવા નિયમો લાગુ પડ્યા છે ત્યારથી સુરત માં ટ્રાફિક નિયમન તોડી સુરતવાસી ઓ રેકોડ સર્જી દીધો છે. ત્યારે વાત કરીએ તો સુરતી ઓ એ માત્ર સ્થળ પર સમાધાન પેટે એક દિવસ ના 14 લાખ રૂપિયા થી વધુ નો દંડ ભરી દીધો છે. ત્યારે 19 લાખ રૂપિયા નો તો માત્ર e ચલણ દંડ ફટકારીયો છે. એટલે કે એક દિવસમાં 33 લાખ રૂપિયા તો ટ્રાફિક પોલીસ એ જ ફટકાર્યો છે. તો અન્ય કોર્ટ કેશ દંડ, આર ટી ઓ દંડ તો બાકી જ રહી જાય છે. તો ગત રોજ 3500 લોકો સામે કેસ કર્યા છે. તો વાત કેરીયે e મેમો ની 2800 લોકો પર એક દિવસમાં e મેમો ફટકાર્યા છે. કેહવાય કે છેલ્લા 7 દિવસો માં સુરતી ઓ એ 84 લાખ રૂપિયા સ્થળ પેટે દંડ અને 1.25 કરોડ રૂપિયા નો દંડ પેટ ફટકારી દીધો છે. આમ 7 દિવસ માં 2 કરોડ 14 લાખ રૂપિયા કુલ દંડ ફાટકરવા માં આવીયો છે. જે એક કોઈ ભારત ની મલ્ટી નેશનલ કંપની ની આવક કરતા પણ વધુ છે.
તો અન્ય રાજય કરતા સુરત શહેરની દંડ ભરવા અને ટ્રાફિક નિયમન તોડવા ની વાત કરીએ તો સુરત ગુજરાત ભર માં દંડ ભરવા માટે મોખરે છે અને સુરતી ઓ મામુલી 300 રૂપિયા નું હેલ્મેટ કે પી.યુ.સી નથી વસાવાતા અને ટ્રાફિક નિયમન તોડી કરોડો રૂપિયા નો દંડ ભરી રહ્યાં છે, તે સુરત શહેર માટે ખૂબ જ શરમ જનક કેહવાય.
વિડીયો ઇન્ટરવ્યૂ :પ્રશાંત સુંબે ( ટ્રાફિક DCP સુરત શહેર )