સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં અભિનેતાના પિતાએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. તેણે પટણામાં રિયા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે અને કહ્યું છે કે, રિયાએ સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હતો. અનેક આક્ષેપો કરતા તેમણે બિહાર પોલીસને આ મામલાની તપાસ કરવા અપીલ કરી છે.
સુશાંતના પિતાએ તેમના નિવેદનમાં કહ્યું, “મારો પુત્ર સુશાંત ફિલ્મની લાઇન છોડીને કેરળમાં ઓર્ગેનિક ખેતી કરવા માંગતો હતો, તો રિયાએ વિરોધ કર્યો કે, તમે ક્યાંય નહીં જશો અને જો તમે મારી વાત નહીં સાંભળો તો હું મીડિયામાં તમારો મેડિકલ રિપોર્ટ આપીશ અને બધાને કહીશ કે, તમે પાગલ છો. પરંતુ જ્યારે રિયાને લાગ્યું કે, સુશાંત સિંહ તેનું પાલન નથી કરી રહ્યો અને તેની બેંકનું બેલેન્સ ખૂબ ઓછું છે, ત્યારે રિયાએ સુશાંતના ઘરેથી ઘણી મહત્વપૂર્ણ ચીજો ચોરી લીધી હતી.
આરોપી રિયાએ મારા પુત્રને બરબાદ કરવાની ધમકી આપી હતી: સુશાંતના પિતા
કે.કે.સિંઘના નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, તેણે મારા પુત્ર સુશાંતનો ફોન નંબર તેના ફોનમાંથી બ્લોક કરી દીધો હતો. આ પછી સુશાંતે તેની બહેન ને ફોન કર્યો હતો કે, રિયા મને ક્યાંક ફસાવી દેશે, તે અહીંથી ઘણો સામાન લઈને ભાગી ગઈ છે અને મને ધમકી આપી છે કે, જો તે મારી વાત નહીં સાંભળી તો તમારા ટ્રીટમેન્ટ ના બધા કાગળ મીડિયાને આપી દઈશ અને કહીશ કે, તમે પાગલ છો, તમને કોઈ કામ નહીં આપે અને તમે બરબાદ થઈ જશો.
સુશાંતના પરિવારે આરોપ લગાવ્યો કે, સુશાંત 2019 માં રિયાને મળ્યો હતો, ત્યાં સુધી સુશાંત કોઈ પણ પ્રકારની માનસિક બિમારીથી પીડાતો નહોતો. એ વાતની તપાસ થવી જોઈએ કે, એવું શું થયું કે રિયાને મળ્યા પછી સુશાંત માનસિક રીતે અસ્વસ્થ થવા લાગ્યો હતો. આ ઉપરાંત, રિયા પર એવો પણ આરોપ છે કે, તે સુશાંતને સારવાર દરમિયાન તેના ઘરે લઈ ગઈ હતી અને તેને ઓવરડોઝ આપવામાં આવ્યો હતો. પરંતુ રિયાએ આ કેસમાં કહ્યું હતું કે, સુશાંતને ડેન્ગ્યુ છે.
કે.કે.સિંઘ એ રિયા પર આરોપ લગાવ્યો છે કે, તે સુશાંતને કોઈ પણ ફિલ્મ સાઇન કરવા દેતી નહોતી. જ્યારે પણ કોઈ ફિલ્મની ઓફર આવે ત્યારે તે તેમને દબાણ કરતી હતી કે, સુશાંતને તે જ પ્રોજેક્ટ પર સહી કરવી જોઈએ જેમાં રિયા અભિનેત્રી તરીકે કામ કરી રહી હોય. આ ઉપરાંત, કે.કે.સિંહે રિયા પર આરોપ લગાવ્યો કે, રિયાએ સુશાંતનો જૂનો અને વિશ્વાસપાત્ર સ્ટાફ કાઢી નાખ્યો હતો અને તેના બદલે રિયાએ તેના જાણતા લોકોની રાખ્યા હતા. તે આની મદદથી સુશાંતને માઇક્રો લેવલ પર મેનેજ કરવા માંગતી હતી.
ડિસેમ્બર 2019 માં, રિયાએ ઇરાદાપૂર્વક સુશાંતનો મોબાઇલ નંબર બદલ્યો જેથી તે તેના પરિવારના સભ્યો સાથે વાત કરી શકે નહીં. આ સિવાય રિયાએ સુશાંતને તેના વતન જવા દીધો નહીં. રિયા પર એવો પણ આરોપ છે કે, વર્ષ 2019 માં સુશાંતના ખાતામાં 17 કરોડ રૂપિયા હતા, પરંતુ થોડા મહિનામાં 15 કરોડ રૂપિયા ઘણા ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા જે સુશાંત સાથે જોડાયેલા ન હતા.નોંધપાત્ર વાત એ છે કે, રિયા ચક્રવર્તીએ મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, તે સુશાંત સિંહ રાજપૂત સાથે લગ્ન કરવા જઇ રહી છે અને સુશાંતની આત્મહત્યા બાદ અમિત શાહને સીબીઆઈ તપાસ માટે અપીલ પણ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP