હાલ કોરોનાને કારણે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, કોરોનાથી સાજા થનાર લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે અને મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે. કોરોના મહામારી ગયા વર્ષ કરતા પણ આ વર્ષે વધારે વકરી છે. આ દરમિયાન એક એવો કેસ સામે આવ્યો છે જેમાં 50 વર્ષીય યુવકે કોરોનાને કારણે ટ્રેનમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.
મળતી માહિતી મુજબ, અમદાવાદથી દરભંગા જતી જન સાધારણ ટ્રેનમાં 50 વર્ષિય કોરોના શંકાસ્પદ દર્દી રાકેશ શાહ અમદાવાદથી બિહારના સમસ્તીપુર જવા ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરતો હતો. ટ્રેનના જનરલ કોચમાં રાકેશ શાહનું વડોદરાથી ગોધરા સ્ટેશન વચ્ચે મુત્યુ થયું હતું. ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેનને ઉભી રાખી ગોધરા રેલવેને જાણ કરી હતી. મૃતક મુસાફરના ખિસ્સામાંથી કોરોના બીમારી થઇ હોવાની દવાની ચિઠ્ઠી મળી આવી હતી.
આ દરમિયાન કોરોનાના શંકાસ્પદ દર્દીનું મોત નિપજતાં જનરલ કોચમાં કોરોના સંક્રમણ ફેલાવાની શકયતા પણ પ્રબળ બની હતી. ગોધરા રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર RPF. GRP પોલીસની ટીમ ટ્રેનના કોચ ઉપર દોડી આવી હતી. આ બનાવને પગલે ટ્રેન એક કલાક મોડી ઉપડી હતી.
આ ઉપરાંત રેલવે વિભાગના મહેકમી સંકલન ન હોવાના કારણે મુસાફરની લાશ કલાકો સુધી ટ્રેનના કોચમાં રઝળતી જોવા મળી હતી. મુસાફરનો મૃતદેહ ટ્રેનમાંથી નીચે ઉતારી 108 ઇમર્જન્સી સેવા દ્વારા ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર આરોગ્યની ટીમ કાર્યરત છતાં શંકાસ્પદ કોરોના દર્દીની મુસાફરીને લઇ ઘણા સવાલો ઉઠયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.